Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંચતત્વમાં વિલીન થયા મેજર આશીષ : અંતિમ દર્શન માટે ઉમડી પડી ભીડ, ભારત માતા ની જય ના નારા

Webdunia
શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (13:49 IST)
Major Ashish Dhonchak News જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં મુઠભેડમાં શહીદ થયેલા મેજર આશીષનો અંતિમ સંસ્કાર તેમના ગામ બિંઝોલમાં કરવામાં આવ્યો. મેજરના પાર્થિવ શરીરને પહેલા પાનીપતના રહેઠાણ પર લાવવામાં આવ્યો. જ્યા અંતિમ દર્શન માટે ભીડ એકત્ર થઈ રહી છે. જ્યારબાદ સૈન્ય અધિકારી અને પરિવારના લોકો મેજરના પાર્થિવ શરીરને લઈને ગામ બિંઝોલ પહોચ્યા. જ્યા રાજકીય સન્માન સાથે શહેરવાસી મેજર આશીષના અંતિમ દર્શન કરી શક્યા.  ગામના યુવા મોટરસાઈકલ રેલીની સાથે પાર્થીવ શરીરની આગળ ચાલ્યા. આ ઉપરાંત મુખ્ય ગલીઓમાં તિરંગો લહેરાવ્યો. 
 
ગામના સ્મસ્થાન ઘાટ પર એકત્ર થઈ ભીડ 
 
મેજર આશીષની અંતિમ વિદાયમાં સામેલ થવા માટે ગામ બિંઝોલના સ્મશાન ઘાટ પર લોકોની એટલી ભીડ એકત્ર થઈ ગઈ કે કોઈ ઝાડ પર ચઢી ગયુ તો કોઈ સ્મશાન ઘાટમાં બનેલા  રૂમના પતરા પર.  આ દરમિયાન લોકોના હાથમાં તિરંગા જોવા મળ્યા અને લોકોએ જોર-જોરથી ભારત માતાની જયના નારા લગાવ્યા. આ દરમિયાન લોકોને દેશના જવાન ગુમાવવાનો ભય હતો. બીજી બાજુ તેમણે પોતાના લાલ પર ગર્વ પણ હતો કે તે દેશ માટે શહીદ થયો છે. 
 
મેજર આશિષની શહાદત વિશે જાણ્યા પછી કોઈ તેમના આંસુ રોકી શક્યું નહીં. પાણીપત શહેરના ધારાસભ્ય પ્રમોદ વિજ, મેયર અવનીત કૌર, એસડીએમ મનદીપ સિંહ, તહસીલદાર વીરેન્દ્ર ગિલ પહોંચ્યા અને પરિવારને સાંત્વના આપી. પૂર્વ નાણામંત્રી કેપ્ટન અભિમન્યુના નાના ભાઈ મેજર સતપાલ સિંહ સંધુ અને તેમના પિતરાઈ ભાઈ પ્રવીણ સંધુ પરિવાર સાથે પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આશિષની પત્ની જ્યોતિ પૂર્વ નાણામંત્રી કેપ્ટન અભિમન્યુની નજીકની સંબંધી છે.
 
પરિવારજનોને આશા હતી કે ગુરુવારે સાંજ સુધીમાં મૃતદેહ પાણીપત પહોંચી જશે, પરંતુ તે શક્ય બન્યું નહીં. મેજર સતપાલ સિંહ સંધુએ પણ આ મામલે સેનાના અધિકારીઓ સાથે વાત કરી હતી.

<

#WATCH |Haryana: The mortal remains of Major Aashish Dhonchak, who lost his life during an encounter in J&K's Anantnag, brought to his residence in Panipat. pic.twitter.com/50KPIkjDGn

— ANI (@ANI) September 15, 2023 >
 
તેમણે તેમના પિતા લાલચંદ અને પિતરાઈ ભાઈ મેજર વિકાસ સાથે વાત કરી અને તેમને સાંત્વના આપી. ત્યારબાદ તેમણે પરિવારના બાકીના સભ્યો સાથે વાત કરી. પિતા લાલચંદ આખો દિવસ લોકોથી ઘેરાઈને બેઠા. બપોરે જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે દરેકની નજર તેમના પર હતી.
 
તેણે કહ્યું કે બધું હોવા છતાં કશું દેખાતું નથી. તેમણે કહ્યું કે ચાર દિવસ પહેલા જ તેના પુત્ર આશિષ સાથે વાત થઈ હતી. વધુમાં વધુ વાત તેણે મકાનના બાંધકામ પર જ વ આત ક તે ઘરકામની વાત કરતો. જો કે અમે ઘણી વાર વાતો કરતા હતા, તે દિવસે મને પણ તેમના શબ્દો સાંભળવાનું મન થયું. મને ખબર ન હતી કે આ દિવસ આપત્તિજનક હશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો તમારા 2 થી વધુ બાળકો હોય તો તમને સરકારી નોકરી નહીં મળે? સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર સર્જાયો અકસ્માત

આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર કેવી રીતે 6 લોકોના મોત થયા

છઠ પૂજા દરમિયાન એક સાપ પાણીમાં તરતો આવ્યો, મહિલાએ આગળ શું કર્યું તે જોઈને બધા ચોંકી ગયા.

વારાણસીના એક ગામમાં 40 છોકરીઓ ગર્ભવતી બની, પરિવારના સભ્યોમાં ખળભળાટ મચી ગયો

આગળનો લેખ
Show comments