Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીનજરૂરી અવરજવર કરતાં લોકો વિરૂદ્ધ ગુનો નોંધાશે, વાહન ડિટેઈન કરાશેઃ પોલીસ કમિશ્નર

Webdunia
રવિવાર, 5 એપ્રિલ 2020 (21:56 IST)
ગુજરાતના લૉકડાઉન છતાં સંખ્યાબંધ લોકો રસ્તા પર બિનજરૂરી ફરતા હોવાથી કોરોનાનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે એવી ભીતિ હોવાથી પોલીસ કમિશનરે વધુ કડક પ્રતિબંધો લગાવ્યા છે. શનિવારે મધ્ય રાત્રિથી 14 એપ્રિલ સુધી શહેરની હદમાં જરૂરી કામગીરી માટે નિયત કરેલી વ્યક્તિઓ સિવાય જે લોકો કારણ વિના બહાર અવર જવર કરતા હશે તેમની સામે કલમ 188 હેઠળ ગુનો નોંધાશે. તેમજ તેમના વાહન પણ જપ્ત કરી લેવામાં આવશે.
લૉકડાઉનની જાહેરાત છતાં લોકો વાહનો લઇ નીકળી પડે છે, જેના પગલે પોલીસને વાહનો ડિટેઇન કરવા પડે છે. ડિટેઇન કરેલા વાહનોના મેમાની રકમ હાલ આરટીઓ બંધ હોવાથી ભરી શકાતી નથી. લૉકડાઉન બાદ 15 એપ્રિલથી ઇ-મેમોની રકમ આરટીઓમાં ભરી શકાશે. જોકે સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, લૉકડાઉનની સમય મર્યાદા લંબાશે તો કામગીરી બંધ રહેશે. બિનજરૂરી કામો માટે નીકળેલા લોકોની પૂછપરછ બાદ તેમના વાહન ડિટેઇન કરી જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી અપાય છે. પોલીસ સ્ટેશનમાં આવા વાહનોના હાલ ખડકલા જોવા મળી રહ્યાં છે.
લોકડાઉનના કડક અમલીકરણ માટે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદ શહેરમાં કોઈપણ વ્યક્તિ કારણ વગર ટુ વ્હીલર, ફોર વ્હીલર પર ફરી શકશે નહીં. જો કારણ વગર બહાર નીકળશે તો તેની સામે ગુનો નોંધવામાં આવશે અને વાહન ડિટેઇન કરવામાં આવશે. માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ, ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ, ઓન ડ્યુટી સરકારી કર્મચારીઓ તેમજ દૂધ- શાકભાજી અને કરીયાણું લેવા જતા લોકો જ ફરી શકશે.
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગુગલ મેપથી જ્યાં ટ્રાફિક વધુ દેખાય છે. તે વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી કાર્યવાહી કરવા કહીએ છીએ. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, કલસ્ટર જાહેર કરાયેલા દરિયાપુર, શાહપુર, જમાલપુર, દાણીલીમડા, રખિયાલમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. જીવન જરૂરીયાતની વસ્તુઓ AMC પહોંચડશે. લોકડાઉનને વધુ અસરકારક બનાવવામાં આવશે.
આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી 1035 ગુના નોંધાયા છે. જ્યારે 3091 આરોપીઓની ધરપકડ કરી છે. 8 ડ્રોનથી 13 ગુના નોંધી 48 આરોપીઓની ધરપકડ કરી છે. ડ્રોનથી હવે એનાઉન્સમેન્ટ કરવામાં આવશે.  ગુગલ મેપથી જ્યાં ટ્રાફિક વધુ દેખાય છે. તે વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી કાર્યવાહી કરવા કહીએ છીએ. સીસીટીવીથી પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments