Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવામાન વિભાગે કરી આગાહી, ગુજરાતના આ જિલ્લામાં પડી શકે છે માવઠું

Webdunia
ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (11:39 IST)
ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટવા લાગ્યું છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ ત્યારે છે ત્યારે બપોરે બાદ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હાલમાં ગુજરાતમાં બેવડી સિઝન ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષીણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે અને શનિવારે માવઠું પડી શકે છે. દક્ષીણ ગુજરાત સિવાયના અન્ય વિસ્તારોમાં પણ વાદળ છાયુ વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પલટો આવશે અને વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. જેને કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે, 18 અને 19 ફેબ્રુઆરીના તાપી અને ડાંગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.
18થી 21માં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા વાદળોના લીધે ગુજરાતના કેટલાક ભાગોમાં આવવાથી કમોસમી વરસાદ પડી શકે છે.

વધુ ભેજ વાળા વાદળો હશે તો ડાંગ, વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 21થી 23 ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શકયતાઓ રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments