ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા શરૃ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવ્યા હતા
સુરતમાં માંડવીના સાઠવાવમાં અર્જુન ચૌધરી, ખારોલીમાં વિનોદ ચૌધરી, કોસાડીમાં સીતાબહેન ચૌધરી અને કલમકુવામાં રત્નબહેન ચૌધરી વિજેતા
- સાણંદના મણીપુર ગામમાં દેરાણી-જેઠાણી વચ્ચે ચૂંટણી જંગ છેડાયો હતો. તેમાં મણીપુર ગ્રામપંચાયતમાં દેરાણીએ જેઠાણીને હરાવી. દેરાણી કલ્પનાબેન પટેલે 211ની લીડથી વિજેતા થયા છે. નોંધનીય છે કે 15 વર્ષથી મણીપુર ગ્રામપંચાયત સમરસ થતી હતી
- પાટણમાં ચાણસ્માના ઝીલિયા ગામે જૂથ અથડામણમાં બંને પક્ષના ઉમેદવારો સામ-સામે આવી ગયા હતા. સરપંચનું પરિણામ જાહેર થતાં જ મામલતદારની કચેરી બહાર જ મારામારી થઇ હતી. પોલીસ સમયસર ઘટનાસ્થળે પહોંચી જતા સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
- રાજ્યની 2089 ગ્રામપંચાયતોના પરિણામ જાહેર
- ગાંધીનગરમાં ભાજપાના કમલમ્ ખાતે ઢોલ-નગારા સાથે જશ્નનો માહોલ
- ભાજપાના કાર્યકરો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યાં છે
- ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કૉંગ્રેસ પર કર્યા પ્રહારો, કહ્યું – વીસ વર્ષથી અવિરત રાજ્યભરમાં ભાજપાનું નેતૃત્વ રહ્યું છે, પ્રજા કૉંગ્રેસના ભ્રષ્ટાચારોને ભૂલી નથી. કેશુભાઈ હોય કે નરેન્દ્રભાઈ કે પછી આનંદીબહેન તમામના નેતૃત્વમાં વિકાસના કામો થયા છે
- સુરતની કીમ ગ્રામપંચાયતના વોર્ડ-2ના ઉમેદવારો શશીકાન્ત પરમાર અને રાકેશ પરમાર વચ્ચે ટક્કર થઇ છે. મતગણતરી વખતે ડોલના ઉમેદવારના બે મત વધારે નીકળ્યા હતા. ત્યારબાદ ફરીથી મતગણતરી કરતાં ટેલિફોનના ઉમેદવારને એક મતે વિજયી જાહેર કરાયા. બંને ઉમેદવારના સમર્થકો આમને સામને આવતા મામલો બિચકયો હતો
- સુરતમાં સામપુરાના કામરેજમાં બે ઉમેદવાર વચ્ચે ટાઈ પડતાં, સિક્કો ઉછાળી સરપંચ નિમાયા તેમાં મગનભાઈને પસંદ કરાયા. ગાંધીનગરના કાકાનું તારાપુરમાં હિતેશ બારોટ થયા વિજય થયા. પાટણના ગજા ગામે નરેન્દ્રભાઈનો વિજય.
- પોરબંદરના કુતિયાણાના દાદુકાનું પરિણામ આવી ગયું છે. 165ની લીડથી મેરામણભાઈ હુદલ વિજેતા બન્યા છે. દાદુકામાં મેરામણભાઈ હુદલ સરપંચ બન્યા.
- અમદાવાદ - કાદિપુર ગામના સરપંચ પદે જનકબહેન ભરવાડનો વિજય
- ગાંધીનગરના કાકાના તારાપુરનુ પરિણમ જાહેર
- ખીજરીય ગામના સરપંચ પદે મેરુભાઈ વાળાનો વિજય
- ખીરી ગામના સરપંચ પદે શીતલબહેન જાડેજાનો વિજય
- કમળાપુર ગામના સરપંચ પદે બળદેવભાઈ પટેલનો વિજય
- બૂથ પર મતપત્રકો લૂંટવાનો 4 લોકોએ કર્યો હતો પ્રયાસ
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાંના લિટમસ ટેસ્ટ સમાન ગણાતી રાજ્યની 8954 ગ્રામપંચાયતોના ચૂંટણીના પરિણામો જાહેર થશે. આજે રાજ્યના 252 કેન્દ્રો પર મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાશે. ગ્રામપંચાયતની ચૂંટણીઓના પરિણામો દરેક પક્ષ માટે ખૂબ જ અગત્યના મનાય છે. આજના પરિણામોમાં કુલ 1,20,936 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. મતગણતરીને લઇને સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે. તાલુકા મથકો પર ઉમેદવારો અને સમર્થકો ઉમટી પડ્યાં છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીનું આવનાર પરિણામ ભાજપ અને કોંગ્રેસ માટે ખુબ જ મહત્વનું સાબિત થશે. કારણ કે 2017ના ડિસેમ્બર પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલાનો આનંદીબહેન પટેલ અને ત્યાર પછી રૂપાણી સરકાર માટે આજના પરિણામ લીટમસ ટેસ્ટ હશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતમાં ભાજપ કેવી જીત હાંસલ કરે છે, તેના પર સમગ્ર દેશની નજર છે.
8,624 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 80.12 ટકા વિક્રમી મતદાન થયું છે. ગામડાના રહિશોએ હોશે હોશે મતધિકારનો ઉપયોગ કર્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1.64 કરોડ મતદારોમાંથી 1.32 મતદારોએ મત આપ્યો છે.
ચૂંટણીમાં સૌથી વધુ 87.45 ટકા મતદાન નર્મદા અને સૌથી ઓછું 70.47 ટકા મતદાન ભાવનગર જિલ્લામાં થયું હતું. જ્યારે અમદાવાદ જિલ્લાની 332 ગ્રામ પંચાયતમાં 82.80 ટકા મતદાન થયું હતું.