Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિ નોકરી પરથી મોડો આવતા પત્નીએ ઢોર માર માર્યો

Webdunia
સોમવાર, 7 ઑક્ટોબર 2019 (12:06 IST)
અમદાવાદમાં પત્નીએ પતિને ઢોર માર માર્યાની ફરિયાદ થઇ છે. શહેરનાં વાસણા વિસ્તારમાં પત્નીએ પતિને રાતે ઘરે મોડા કેમ આવો છો કહીને લાકડીથી ઢોર માર માર્યો હતો. જેના કારણે તેને લોહીલુહાણ હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પતિએ પત્ની સામે ફરિયાદ નોંધાવી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે વાસણામાં કેશવાણીનગરમાં ગૌતમ પરમાર રહે છે. જે માનવમંદીર પાસેનાં પેટ્રોલ પંપ પર કામ કરે છે. તે પત્ની ઇલાબહેન અને સાત વર્ષનાં દીકરા સાથે રહે છે. ઈલા અને ગૌતમ વચ્ચે છેલ્લા ઘણાં સમયથી ઉગ્ર બોલાચાલી ચાલે છે. નાની નાની વાતમાં બંન્ને વચ્ચે ઝઘડો થાય છે. તેમના ઘરની નજીક નણંદ રહે છે તે પણ જ્યારે ઘરે આવે ત્યારે તેની પણ સાથે પત્ની લડતી હતી કે તારે મારા ઘરે નહીં આવવાનું. પત્ની ઇલાનું પિયર પણ નજીક જ છે. તે અવારનવાર પોતાના પિયરમાં ઝગડો કરીને જતી રહેતી અને પતિ તેને મનાવવા જતો. થોડા દિવસ પહેલા ગૌતમ નોકરી પરથી રાતે ઘરે આવ્યો અને જમવા બેઠો ત્યારે જ ઇલાએ બોલાચાલી શરૂ કરી હતી. તેણે કહ્યું હતું કે, તમે ઘરે કેમ મોડા આવો છો. નોકરીનો સમય આટલો મોડો ન હોય. આવું બોલીને લાકડીનાં ફટકા મારીને લોહીલુહાણ કરી નાંખ્યો હતો. પોતાની પત્નીથી બચાવવા માટે તે ઘરની નજીક રહેતી બહેનનાં ઘરે ભાગી ગયો હતો. તે લોહીલુહાણ થયો હતો. જે બાદ તેની બહેન અને બનેવી ભાઇને સારવાર માટે વી.એસ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જે બાદ ગૌતમે પત્ની સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments