Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી જૂનિયર ડોક્ટર એસોસિએશ પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરશે

Webdunia
શનિવાર, 27 નવેમ્બર 2021 (10:11 IST)
રાજ્યમાં આજથી જૂનિયર ડોક્ટર એસોસિએશ પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરશે..  NEET PG કાઉન્સેલિંગ પાછળ ઠેલાતા નવા ડોક્ટરોની અછત વર્તાઈ રહી છે.. જેથી આવનાર ડોક્ટરોની શૈક્ષણિક કારર્કિતી પણ પાછળ ઠેલાઈ છે.. વારંવાર કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કર્યા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.. જેથી તમામ ડોક્ટર એસોશિએશન દ્વારા આજે બીજે મેડિકલ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.. તબીબોઓ જો માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.. જૂનિયર તબીબો સવારે 10 કલાકે બીજે મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરી દેખાડો કરશે, તબીબોની માંગ છે કે રેસીડેન્ટ ડોક્ટરો પર કામનો બોજ વધ્યો છે.. તેમજ જો માંગ નહીં સ્વાકારાય તો જૂનિયર તબીબોએ 29 નવેમ્બરે હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે અને આગામી દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.. 
 
 
દિલ્હી ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પણ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને સમર્થન આપવામાં આવી રહ્યુ છે. અહેવાલો અનુસાર, આ રેસિડેન્ટ ડોક્ટરો દિલ્હી આવીને વિરોધ પ્રદર્શનમાં પણ ભાગ લેશે.  શુક્રવારે ડોક્ટરોના અલગ-અલગ રાષ્ટ્રીય સંગઠનો દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે, ત્યારબાદ સફદરજંગ હોસ્પિટલ, RML અને લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોએ 27 નવેમ્બરે OPDમાં દર્દીઓની સારવાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. 
 
 
ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. રોહન કૃષ્ણને કહ્યું છે કે,  કેન્દ્ર સરકારનો  NEET PGનું કાઉન્સેલિંગ અસ્થાયી રૂપે લંબાવવાનો આ નિર્ણય તદ્દન ખોટો છે. દેશભરના યુવાન ડોકટરો પહેલેથી જ રાત-દિવસ ડ્યુટી આપી રહ્યા છે, જેના કારણે તેમના તબીબી શિક્ષણને પણ અસર થઈ છે. આવી સ્થિતિમાં કાઉન્સેલિંગને વધુ ચાર અઠવાડિયા લંબાવવાનો નિર્ણય ખોટો છે. જેને લઈને આ અંગે હાલ રાષ્ટ્રીય સ્તરે પણ વિરોધ શરૂ થયો છે. એસોસિએશનના પ્રમુખે કહ્યું કે, શનિવાર સાંજે પાંચ વાગ્યે દિલ્હીના જંતર-મંતર પર ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરશે. સાથે જ તમામ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોને ઓપીડી બંધ રાખવા પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ પણ આ હડતાળને સમર્થન આપ્યું છે. હડતાળને કારણે શનિવારે દિલ્હી સહિત દેશભરની હોસ્પિટલોમાં OPD સેવાઓ પ્રભાવિત થશે

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments