Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ મહિને આવી શકે છે બાળકોની સ્વદેશી વેક્સીન, Zydus-Cadilaના ટીકાના ત્રીજા ચરણનુ પરીક્ષણ પુરુ

Webdunia
શનિવાર, 5 જૂન 2021 (18:03 IST)
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સૌથી વધુ પ્રભાવિત થવાની આશંકા વચ્ચે તેમને માટે વેક્સીનની ઉપલબ્ધતા વિશે ખાતરી કરવાની તૈયારી થઈ રહી છે. આશા છે કે આ મહિનાના અંત સુધી ભારતમાં બાળકો માટે સ્વદેશી વેક્સીન મળી જશે.  જાયડસ-કૈડિલાની સ્વદેશી વેક્સીનના ત્રીજા ચરણનુ પરીક્ષણ પુરૂ થઈ ચુક્યુ છે અને બે અઠવાડિયાની અંદર ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયા (ડીસીજીઆઈ) સાથે તેના ઈમરજેંસી ઉપયોગની મંજુરી માંગી શકે છે. 
 
નીતિ આયોગના સભ્ય અને વેક્સિન્સ પરના રચાયેલ ઉચ્ચાધિકાર સમુહના પ્રમુખ ડો. વીકે પાલના મુજબ  ઝાયડસ-કેડિલાની રસીની તપાસમાં મોટાઓની  સાથે સાથે 12 થી 18 વર્ષની વયના બાળકો પણ શામેલ છે. તેથી, જો આ રસીના ઉપયોગની મંજૂરી આપવામાં આવે તો, આ રસી 12 થી 18 વર્ષની વયના બાળકોને પણ આપી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે ઝાયડસ-કેડિલાની રસીનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે.
 
તેમણે કહ્યું કે  કંપની  બે અઠવાડિયામાં તેના ઉપયોગ માટે મંજૂરી માટે અરજી પણ કરી શકે છે. કોરોના ઇન્ફેક્શન પર ગઠિત એસઈસી ત્રીજા ચરણના  પરીક્ષણના ડેટાનુ  વિશ્લેષણ કરશે. જો બધુ બરાબર રહેશે તો કમિટી કોવાકસીન, કોવિશિલ્ડ અને સ્પુતનિક-વી ની જએમ આને પણ ઈમરજેંસી ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ કરી શકે છે.  ત્યારબાદ ડીસીજીઆઈ પાસેથી તેની પરમિશન મલવામાં કોઈ સમસ્યા નહી થાય. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ મુજબ એકવાર કંપની તરફથી અરજી કર્યા પછી સમગ્ર પ્રક્રિયામાં લગભગ બે અઠવાડિયાનો સમય લાગી શકે છે. 
 
બાળકો વચ્ચે પ્રાથમિકતા નહી 
 
તેમણે કહ્યું કે  પુખ્ત વયના અને વૃદ્ધ વર્ગમાં જે રીતે પ્રાધાન્યતા જૂથો નક્કી કરવામાં આવ્યા છે, તે રીતે બાળકોમાં કોઈ પ્રાથમિકતા સમૂહ નથી બનાવી શકાતી. આ રસી દરેક વયના બાળકો માટે સમાન હોવી જોઈએ.
 
લગભગ 30 કરોડ ડોઝની જરૂર 
 
ડો.પાલના જણાવ્યા અનુસાર, દેશમાં 12-18 વર્ષના બાળકોની લગભગ 14-15 કરોડની વસ્તી છે. તેમના રસીકરણ માટે વેક્સીનના 28-30 કરોડ ડોઝની જરૂર પડશે. જો ફાઇઝર અને અન્ય વિદેશી કંપનીઓ પાસેથી બાળકોની રસી આયાત કરવામાં પણ આવે તો પણ કોઈ પણ કંપની આટલી વધુ માત્રામાં ડોઝ  આપવાની સ્થિતિમાં રહેશે નહીં, તેથી સ્વદેસ્ગી વેક્સીનના સહારે જ બાળકોના ટીકાકરણની રણનીતિ તૈયાર કરવી પડશે. 

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments