Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર, કાલોલના વિદ્યાર્થીઓએ ભયના ઓથાર હેઠળ ભોંયરામાં આશરો મેળવ્યો

Webdunia
શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (10:41 IST)
Basement Under The Guise Of Fear
યુક્રેન પર રશિયાના હુમલાથી ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ સર્જાઈ છે. અહીં વિવિધ શહેરોમાં વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરવા ગયા છે. યુદ્ધની સ્થિતિમાં તેમની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને સલામત સ્થળે આશરો અપાય છે. કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓને મેટ્રો સ્ટેશનમાં રાત ગુજારવી પડી છે.

આ વિદ્યાર્થીઓમાં અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર, કાલોલ વગેરેના વિધાર્થીઓ પણ છે. સોશિયલ મીડિયા થકી પરિવારજનો સાથે વાતચીત કરી રહેલા વિદ્યાર્થીઓ ત્યાંની આપવીતી પણ જણાવી રહ્યાં છે અને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને મદદની માંગ કરી રહ્યાં છે. આ વિશે વિધાર્થીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે, તેઓએ યુનિવર્સિટી એ એલર્ટ કર્યા બાદ રુમ છોડી દીધો અને કેમ્પસમાં બેઝ મેન્ટમાં આવી ગયા. તેમણે એક બેગમાં એક જોડી કપડાં, જરૂરી નાસ્તો, પાવર બેન્ક જ લીધા જ્યારે બાકી સમાન રૂમમાં છોડી દીધો. અત્યારે સૌથી મોટી સમસ્યા પાવરની છે કેમ કે તેમના વાલીઓ રોઇ રહ્યા છે. જેથી દર કલાકે વાલીઓને ફોન કરીને સલામત છે તેમ કરવા તેમને બેટરી બચાવી પડે છે. આ માટે તેઓ ફોન કરી ફ્લાઇટ મોડ પર મૂકી દે છે. પાવર પણ ઘડીએ પડીએ જતો રહે છે. બોમ્બના ધડાકા અને સાઇરનોનો અવાજ તેમને ડરાવી રહ્યો છે.વિધાર્થીઓએ જણાવ્યું હતું કે, ૧૦ જણની બેચમાં તેમને જમવા લઈ જાય છે. ભોંયરામાં ખીચોખીચ રહવું પડે છે. ત્યાં સુવા ગાદલા છે પણ કોઈ સૂઈ નથી રહ્યું. નજીકનું ટોઇલેટ જ બધાએ યુઝ કરવાનું છે જેથી કોઈ જોખમ ના રહે. કેટલાયના પાસપોર્ટ ટેમ્પરરી રેસિડન્ટ કાર્ડ (ટીઆરસી) માટે એમ્બેસિમા જમા છે. જેથી પાસપોર્ટ ક્યારે મળશે તેની બધાને ચિંતા છે. બધાને ઘરે ક્યારે પરત ફરવા મળશે તેની ચિંતા છે. હાલમાં યુનિવર્સિટીનો સ્ટાફ તેમને મદદ કરી રહ્યો છે પણ તમામ ભયથી ફફડી રહ્યા છે અને યુદ્ધ પૂરું થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે.યુક્રેનમાં ફસાયેલા આશરે 2475 પૈકી 100 વિદ્યાર્થીઓના એક જૂથ શનિવાર કે રવિવારે ગુજરાત આવે તેવી શક્યતા છે. ગુજરાત સરકાર દ્વારા એવી સત્તાવાર જાહેરાત કરાઈ છે કે ભારત સરકાર દ્વારા ભારતીય વિદ્યાર્થીઅોને યુક્રેનથી વાયા રોમાનીયાથી પરત લાવવામાં આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ દિલ્હી અને મુંબઈ એરર્પોટ પર ઉતરશે. ભારતીય વિદ્યાર્થીઓમાં 100 ગુજરાતના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. તબક્કાવાર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે. 100 વિદ્યાર્થીઓની પ્રથમ બેંચ શનિવારે આવે તેવી શકયતા છે. ગુજરાતના વિદ્યાર્થીઓને દિલ્હી અને મુંબઇથી ગુજરાત લાવવા માટે બે અધિકારીઓને જવાબદારી સોપાઇ છે. યુક્રેનમાં ફસાયેલી એક વિદ્યાર્થિનીના વાલી અજય પંડયાએ કહ્યું હતું કે,તેમની પુત્રી બીજી બેચમાં પરત આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

Happy birthday A.R Rehman- દિલીપકુમાર 'A.R Rehman નું અસલી નામ હતું, તેથી ધર્મ બદલવો પડ્યો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - પંડિતજીએ વરનો હાથ

દીપિકા પાદુકોણની તે 6 અદ્ભુત ફિલ્મો, જેને વારંવાર જોયા પછી પણ દિલ તૃપ્ત થતું નથી; બોક્સ ઓફિસ પર જોરદાર નફો કર્યો

વધુ જુઓ..

નવીનતમ

HMPV વાયરસ શુ છે અને કેવી રીતે ફેલાય છે ? વાયરસના symptoms અને સાવધાનીઓ શુ છે ? જાણો હ્યૂમન મેટાન્યૂમોવાયરસ પર સંપૂર્ણ માહિતી

દ સ્નો કિંગ

Pre Marriage Tips: દુલ્હન એ લગ્ન ના એક મહિના પહેલા કરી લેવું આ કામ, બધા જ થશે પ્રભાવિત

HMPV Virus Symptoms - ચીનમાં ફેલાયેલા HMPV વાયરસના બાળકો અને યુવાઓમાં જોવા મળતા લક્ષણો ? જાણા કેવી રીતે બચવુ અને શુ છે ઉપાય

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

આગળનો લેખ
Show comments