Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઠંડીમાં વધી જાય છે હાર્ટ એટેક, મલ્ટીપલ ઓર્ગન ફેલિયર, અને લકવાનો ખતરો

Webdunia
સોમવાર, 23 નવેમ્બર 2020 (11:02 IST)
થોડા દિવસોથી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. અત્યારે બેવડી સીઝનનો અનુભવ થઇ રહ્યો છે. ઠંડીના લીધે લોકોને સિઝનલ બિમારીઓ ઝકડી લેશે. ઠંડીમાં સ્વાસ્થનું ધ્યાન રાખો, કારણ કે ઠંડીના લીધે ખાંસી, શરદી, ગળામાં સંક્રમણ, ફ્લૂ, અસ્થમા, હાર્ટ એટેક,  ઓર્ગન ફેલિયર, અને લકવાનો ખતરો વધુ હોય છે. એટલા માટે ડોક્ટરો અત્યારે સવાર સાંજ ઘરમાંથી બહાર ન નિકળવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને ઘરડાં, બાળકો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશ અથવા હદયની બિમારીઓથી પીડિત દર્દીઓને વધુ સાવચેત રહેવાની જરૂર છે. તાપમન ઓછું થતાં ધમનીઓ સંકોચાવા લાગે છે. જેથી લોહીના પરિભ્રમણ પ્રભાવિત થાય છે. જેથી હાર્ટ એટેલ તથા લકવાનો ખતરો છે. 
 
ડોક્ટરોના જણાવ્યા અનુસાર વારંવાર ઠંડી તતહ ગરમીના સંપર્કમાં આવવાથી ત્વચાની આસપાસની નસો ફેલાય અને સંકોચાઇ જાય છે. જેથી વ્યક્તિને શરદી લાગે છે. ઠંડીના લીધે સંક્રમણ થવાની આશંકા રહે છે. સવારે વોકીંગ પર નિકળવું નુકસાનકારક હોય શકે છે. 
 
નાના બાળકો અને ઘરડાં લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે. જેથી ઠંડી, શરદી, તાવ, નાક બંધ થવું, શ્વાસ લેવામાં મુશ્કેલી, ગળામાં ખરાશ, છાતીમાં કંજેક્શન, માથાનો દુખાવો  અને થાકની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત કાનમાં પણ સંક્રમણ તથા દુખાવો થઇ શકે છે.
 
ઠંડુ ભોજન, વાયરલ અથવા જીવાણુંઓના સંક્રમણથી ગળામાં સંક્રમણની સમસ્યા થાય છે. તેના લીધે ગળામાં સોજો, દુખાવાની સમસ્યા થાય છે. સાથે જ શ્વાસની નળીઓ તથા ફેફસાંમાં સંક્રમણ વધવાનો ખતરો રહે છે. એટલા માટે બ્રોંકાઇટિસ તથા અસસ્થમાની બિમારી થઇ શકે છે. અસ્થમાના જૂના દર્દીઓની સમસ્યા વધી શકે છે. 
 
કોરોનાની સંક્રમિત લોકોમાં હદયને લગતી ગંભીર બિમારીઓનું પ્રમાણ વધશે. ઠંડી વધતા ઇન્ફલૂએન્ઝા, શ્વાસના રોગો વધે છે, લોહી જાડુ થાય છે જે કોરોનાના લક્ષણો પણ છે તેવા સમયે દર્દીઓની ઓળખ કરીને સારવાર આપવુ મુશ્કેલી ભર્યુ છે.
 
કોરોના સામે રક્ષમ માટે શરીરમાં વિટામિન્સ જરૂરી છે. ખાસ કરીને વિટામિન ડી3. ડોક્ટરની સલાહ લઇને લેવુ જોઇએ. એક સર્વે મુજબ 70થી 80 ટકા ભારતીયોમાં વિટામિન ડીની ઉણપ છે. હાલ ગાર્ડનમાં જોગિંગ કરી શકતા નથી પરંતુ ઘરના ટેરેશ કે ખુલ્લામાં સવારે વોકિંગ દરમિયાન સૂર્ય પ્રકાશ તંદુરસ્ત શરીર માટે આવશ્યક છે. પોતાના ઘરના ટેરેસ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પણ સરળ રહેશે.
 
કોરોના વાઇરસથી લડવા રોગપ્રતિકારક શક્તિ વધારે હોવી જરૂરી છે. તેથી તાજા શાકભાજી ખાવા જોઇએ. ઠંડા દૂધને બદલે ગરમ અને હળદર વાળુ દૂધ લેવાથી કફની સમસ્યા ટાળી શકાય.
 
પશ્ચિમિ દેશોમાં ભારત કરતા પહેલા શિયાળો શરૂ થાય, ત્યાં શિયાળામાં સંક્રમણનું પ્રમાણ 10 ગણુ વધી ગયુ હતુ. ઉત્તર ભારતમાં સંક્રમણનું પ્રમાણ વધી જ રહ્યુ છે. ઠંડી વધશે ત્યાં સંક્રમણ વધશે. અન્ય દેશોનો અભ્યાસ કરીને સારવાર વધુ અસરકારક બનાવી શકાય.
 
દર વર્ષે શિયાળામાં ઇન્ફ્યુએન્ઝા, હાર્ટએટેક, પેરાલિસિસ સહિતના રોગો વધે છે. આવા દર્દીઓમાં કોરોના વકરશે તો દર્દીઓની પરિસ્થિતિ વધારે ગંભીર થઇ જશે. કોરોના સાથે અન્ય જીવલેણ રોગો થશે તો પરિસ્થિતિ વિકટ બની જશે. જેથી સંક્રમણથી બચવા માટે પુરતી કાળજી રાખો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments