Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં નેશનલ ગેમ્સમાં અમદાવાદમાં 14, ગાંધીનગરમાં 8, ભાવનગર, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ 14 રમતો રમાશે

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2022 (15:13 IST)
ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36મા રાષ્ટ્રીય રમોત્સવ (નેશનલ ગેમ્સ)નું આયોજન થવાનું છે. જેમાં 6 શહેર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત અને વડોદરામાં 36 રમતોનું આયોજન કરાશે. નેશનલ ગેમ્સનું ઉદઘાટન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને સમાપન સુરતમાં થશે. આ સાથે હવે કઈ રમતોનું આયોજન ક્યાં થશે તેની જાહેરાત કરવામાં આવી છે. જે હેઠળ અમદાવાદમાં 8 સ્થળોએ 14 રમત સ્પર્ધાઓ, ગાંધીનગરમાં 3 સ્થળે 8 સ્પર્ધાઓ, રાજકોટમાં 3 સ્થળે 2 રમત સ્પર્ધાઓ, ભાવનગરમાં એક જ સ્થળે 3 રમત સ્પર્ધા જ્યારે સુરતમાં 2 સ્થળોએ 4 રમત સ્પર્ધાઓ યોજાશે.

નેશનલ ગેમ્સમાં ભાગ લેવા આવનારા ખેલાડીઓ તથા સહયોગી સ્ટાફ સહિતના લોકો માટે 3, 4 અને 5 સ્ટારમાં રોકાણના આયોજનની યોજના બનાવવામાં આવી રહી છે. અમદાવાદમાં વોટર સ્પોર્ટ્સથી લઈ ફૂટબોલ અને રગ્બી જેવી રમતોની સ્પર્ધાઓ યોજાશે. વોટર સ્પોર્ટ્સનું આયોજન સાબરમતી નદીમાં કરાશે, જ્યારે ફૂટબોલ-રગ્બી અને કબડ્ડી જેવી સ્પર્ધાનું આયોજન ટ્રાન્સ્ટેડિયા ખાતે થઈ શકે છે. જ્યારે ગાંધીનગરમાં વુશુ, ખો-ખો, યોગાસન અને રેસલિંગ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. નેશનલ ગેમ્સમાં પ્રથમવાર યોગાસન એક રમત તરીકે સામેલ થઈ રહ્યું છે. વડોદરા જુડો-મલખમ જ્યારે સુરત જિમાન્સ્ટિક, બેડમિન્ટન અને બીચ વોલીબોલ જેવી રમતની સ્પર્ધાની યજમાની કરશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments