Webdunia - Bharat's app for daily news and videos

Install App

અધ્યાપકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, નિવૃત થતા અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ

Webdunia
બુધવાર, 27 એપ્રિલ 2022 (16:12 IST)
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓ કાર્યરત અધ્યાપકોને પ્રમોશન માટે સીસીસી અને હિન્દી પરીક્ષામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં અંદાજે ૩૫૦૦થી વધુ અધ્યાપકોને લાભ થશે. તા. ૦૧-૦૧-૨૦૨૩ પછી જે અધ્યાપકો CAS હેઠળ પ્રમોશન મળવાપાત્ર હશે તેવા અધ્યાપકોએ CCC પ્લસ તથા હિન્દી/ગુજરાતી પરીક્ષા પાસ કરવાની રહેશે. 
 
શિક્ષણ મંત્રી વાઘાણી ઉમેર્યું કે, કોલેજોના અધ્યાપકોને તેમની સેવાઓ દરમિયાન  પ્રમોશન માટે CCC પ્લસ તથા હિન્દી/ગુજરાતી પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતી. હવેથી આ પરીક્ષામાં મુક્તિ આપવાનો રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અધ્યાપકો માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. 
 
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીe ઉમેર્યું કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ગુજરાત રાજય મહાવિદ્યાલય શૈક્ષિક સંધ, ગુજરાત રાજય અધ્યાપક મહામંડળ, ગુજરાત રાજય સરકારી અધ્યાપક મંડળ જેવા વિવિધ અધ્યાપક મંડળોની સતત રજુઆતોને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર ધ્વારા ગુજરાત રાજયના ઉચ્ચ શિક્ષણના અનેક પ્રશ્નો કે જેના લીધે થઇ અને ગુજરાત રાજયના નોકરીમાં કાર્યરત તથા નિવૃત્ત થયેલા પ્રાધ્યાપકોને આર્થિક તથા વ્યવસાયિક તકલીફો પડતી હતી તેનું નિરાકરણ માટે આ નિર્ણયો કરાયા છે.
 
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઉમેર્યુ કે,ગુજરાત રાજયના કોલેજ તથા યુનિવર્સિટીના પ્રાધ્યાપકોના પ્રમોશન તા.૦૧/૦૨/૨૦૧૯ ના રોજ જી.આર.ની કલમ ૮ થી રોકવામાં આવેલ હતા તે કલમ ૮ રદ કરી કેરિયર એડવાઇન્સમેન્ટ સ્કીમ હેઠળના પ્રમોશન પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે લગભગ ૩૫૦૦ પ્રાધ્યાપકોને આર્થિક તથા વ્યવસાયિક તકલીફો દુર થશે તેમજ છેલ્લા ૬ વર્ષથી અટકેલા પ્રમોશનો તાત્કાલિક મળશે.
 
મંત્રી એ ઉમેર્યુ કે, ગુજરાત રાજયના વિવિધ કોલેજ અને યુનિવર્સિટીના પ્રાધ્યાપકોને કેરિયર એડવાઇન્સમેન્ટ સ્ક્રીમ (CAS) દ્વારા મળતા પ્રમોશનો તથા સાતમા પગાર પંચના લાભો મેળવવા માટે સી.સી.સી.+ તેમજ હિન્દી/ગુજરાતીની પરીક્ષા પાસ કરવાનું વર્ષ-૨૦૧૯ ના સાતમા પગાર પંચના જી.આર. ધ્વારા ફરજિયાત કરવામાં આવેલ હતું. જેનો અમલ વર્ષ-૨૦૦૬ થી લાગુ કરવામાં આવેલ આના કારણે થઇ અને નોકરીમાં કાર્યરત, નિવૃત્ત થયેલા તેમજ કેટલાક મૃતક પ્રાધ્યાપકોને પગાર તથા પેન્શનના આર્થિક લાભો અટકયા હતા. આવા લગભગ ૭,૦૦૦ પ્રાધ્યાપકોના કુટુંબોને આર્થિક તકલીફોમાંથી ઉગારતો આ નિર્ણય જે મુજબ પ્રાધ્યાપકોએ સાતમા પગાર પંચના લાભો મેળવવા તથા તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી કેરીયર એડવાન્સમેન્ટના પ્રમોશન મેળવવા માટે સી.સી.સી.+ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા પાસ કરવામાંથી મુકિત આપવામાં આવી અને જે પ્રાધ્યાપકોને તા.૧/૧/૨૦૨૩ કે ત્યારબાદ કેરિયર એડવાન્સમેન્ટના પ્રમોશન મેળવવાના થશે તેઓને જ સી.સી.સી+ તથા હિન્દી /ગુજરાતીની પરીક્ષા આપવાની રહેશે.
 
તેમણે ઉમેર્યુ કે,ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ હેઠળની અુનદાનિત તેમજ સરકારી કોલેજ/યુનિવર્સિટીમાં કામ કરતા પ્રાધ્યાપક જો બીજી કોઇ અન્ય અુનદાનિત તેમજ સરકારી કોલેજ/યુનિવર્સિટી માં નોકરી મેળવે તો તેઓના સર્વીસ જોડાણનો પ્રશ્ન વર્ષ-૨૦૧૯ ના જી.આર.થી ઉપસ્થિત થયેલ હતો આ બાબતે પ્રાધ્યપકોની તકલીફ સમજી વહીવટી સુધારો કરી હવે  નોકરી પ્રમોશન, પેન્શન જેવા વિવિધ કામો માટે સર્વિસ જોડાણની વર્ષ-૨૦૧૯ પહેલાની પધ્ધતિ લાગુ કરવામાં આવી જે મુજબ હવે સર્વિસ જોડાણ માટે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીથી જ કાર્યવાહી કરવાની રહેશે. વધુમાં સરકારએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને /કોલેજોને પડતી તકલીફોને ધ્યાનમાં રાખીને પ્રિન્સીપાલની ભરતી માટે ત્વરિત એન.ઓ.સી. આપવાનો નિર્ણય કર્યો છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments