Webdunia - Bharat's app for daily news and videos

Install App

Photos - ગુજરાતમાં મેઘરાજાની ભારે ઈનિંગઃ રાજ્યના 228 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

Webdunia
શનિવાર, 10 ઑગસ્ટ 2019 (14:00 IST)
મેઘરાજાએ ગુજરાતમાં બરાબરની જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંઘાયો છે. જેમાં બરવાળા તાલુકામાં 15 ઇંચ, મહુધા અને ધંધુકામાં ૧૩ ઇંચ, રાજકોટ, કડી અને ગઢડામાં 12 ઈચ, રાણપુર અને ગલતેશ્વરમાં 10 ઇંચ ઇંચ, કલોલમાં નવ ઈંચ, ધોલેરામાં સાડા નવ ઈંચ, મહેસાણાના જોટાણામાં સાડા આઠ ઈંચ, સુરતના ઉપરપાડામાં અને ડાંગના સુબીરમાં સાડ છ ઈંચ, બાબરામાં પાંચ ઈંચ, અમરેલીમાં સાડા ચાર ઈંચ, તાપીના સોનગઢમાં કચ્છના રાપરમા ચાર ઈંચ વરસાદ નોંઘાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 10 ઓગસ્ટ અને સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ધાંગધ્રા તાલુકામાં 211મી.મી,જોટાણામાં 210 મી.મી, વલ્લભીપૂરમાં 205 મી.મી, નાંદોદમાં 201મી.મી અને છોટાઉદેપુરમાં ૨૦૦ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જયારે ડેડીયાપાડા 192મી.મી, રાપર 109મી.મી, થાનગઢમા 186 મી.મી, વઢવાણમાં 185 મી.મી, ગોધરામાં 184મી.મી, ગાધીધામમાં180 મી.મી,સાણંદમાં 180મી.મી, ઉમરાળામાં 180 મી.મી.,કઠલાલ ૧૭૭ મી.મી, મહેસાણામાં 178 મી.મી,આણંદમાં 171 મી.મી, ભચાઉમાં 173 મી.મી,રાજકોટમાં 171મી.મી અને ડેસર ૧૭૧ મી.મી મળી કુલ ૧૪ તાલુકાઓમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના ઠાસરા,ધોળકા, વિંછીયા,ચોટીલા,મોરબી, ટંકારા,ધ્રોળ, ઉમરપાડા, વિજાપુર, આમોદ, કોટડાસાંગાણી અને ઉમરેઠ મળી કુલ ૧૨ તાલુકાઓમાં ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે

જ્યારે લાલપુર,જેતપુરપાવી, માતર ,જોડીયા મહેમદાવાદ,ખંભાત,જાંબુધોડા, ગોંડલ, બોરસદ,ધનસુરા,સુબીર, માંગરોળ, દસાડા,અમદાવાદ શહેર, સાયલા,હાલોલ, કરજણ,લખતર, મૂળી,લીબડી, લોધીકા, કલ્યાણપુર, સોજીત્રા, સમી, ભાવનગર, તારાપુર,બાબરા અને હિંમતનગર મળી કુલ 30 તાલુકાઓમાં ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ ઉપરાંત સાવલી, સિહોર, લાઠી,અમરેલી, વાડિયા, કપડવંજ, વડોદરા, પડધરી, વસો, ઘોઘંબા, ખેડા, માણસા, ડભોઇ, નેત્રંગ,જામનગર, પાટણ,આંકલાવ, પ્રાંતિજ ,જસદણ, સાગબારા, સોનગઢ, બોડેલી, ગરુડેશ્વર અને માળીયામીયાણા મળી કુલ ૨૪ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જ્યારે અન્ય 30 તાલુકાઓમાં 3 ઈચથી વધુ ,અન્ય 51 તાલુકામાં બે ઇંચથી વધુ અને અન્ય 46 તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 77.80 ટકા જેટલો નોધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 98.31 ટકા, કચ્છમાં 61.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.45 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.72 ટકા અને સૌરાષ્ટ્રમાં 64.15 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો હોવાના અહેવાલો છે.



 





 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments