Webdunia - Bharat's app for daily news and videos

Install App

૧૬-૧૭ ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

Webdunia
બુધવાર, 12 ઑગસ્ટ 2020 (08:56 IST)
રાહત કમિશનર અને અધિક સચિવ શ્રી હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. હવામાન વિભાગે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અગામી સપ્તાહમાં પણ પડે તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત આગામી તા. ૧૬ અને ૧૭ ઓગસ્ટે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
 
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર દ્રારા તમામ અધિકારીઓ સાથે ઓનલાઈન વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી ૯૪ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૮૯ મીમી સુધી વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૮૯ મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૧/૦૮/૨૦૨૦ અંતિત ૪૮૧.૩૯ મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૫૭.૯૩% છે.
 
IMDના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં લો-પ્રેશર બની રહ્યુ છે. ઉ૫રાંત એક સાયકલોનીક સકર્યુલેશન પાકિસ્તાન-કચ્છ-રાજસ્થાન વિસ્તાર ૫ર હોઇ આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત ઉ૫રાંત મધ્ય તથા ઉત્તર ગુજરાત તેમજ  સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ આગામી સપ્તાહમાં ૫ણ લંબાવવાની પૂર્ણ શકયતા છે. તા.૧૬ અને ૧૭ ઓગસ્ટની આસપાસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે.
 
કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે તા.૧૦/૦૮/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૭૮.૦૨ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૭૧.૩૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૧.૯૦% વાવેતર થવા પામ્યું છે.
 
સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી ૧૧૯.૪૭ મીટર છે તેમજ ૧,૭૧,૦૦૬ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૧.૧૯% છે. તેમજ ૭,૫૨૨ કયુસેક પાણીની આવક થઈ છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં કુલ સંગ્રહ ૫૫.૭૫% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-૬૯ જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-૧૧ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર ૮ જળાશય છે. ફીશરીઝ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, આજથી તા.૧૫ ઓગસ્ટ સુધી માછીમારોને દરીયો ખેડવા ૫ર પ્રતિબંધ છે. 
 
હર્ષદ પટેલે જણાવ્યું હતુ કે, આગામી સપ્તાહમાં તા. ૧૫ ઓગસ્ટથી તા.૧૭ ઓગસ્ટની આસપાસ ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

HBD રામાયણ ના 'રામ' : અયોધ્યામાં ખાસ મેહમાન છે 'રામ', જાણો તેમના જીવનની રોચક વાતો

70 વર્ષના ટીકૂ તલસાનિયાને આવ્યો હાર્ટ અટેક, હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે હવે તેમની હાલત ?

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

વધુ જુઓ..

નવીનતમ

National Youth Day- સ્વામી વિવેકાનંદ જયંતિ - સફળતા માટે સ્વામી વિવેકાનંદના યુવાઓ માટે 4 મંત્ર

સ્વામી વિવેકાનંદના બાળપણના ત્રણ પ્રસંગો

Swami Vivekananda Success Quotes - સ્વામી વિવેકાનંદના સફળતાના મંત્રો

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

આગળનો લેખ
Show comments