Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાંથી પકડાયેલા બંને ત્રાસવાદીઓના 12 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર

Webdunia
સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (13:09 IST)
ISISના બોમ્બ બ્લાસ્ટ પ્લાનર ભાઈ વસિમ અને નઈમને આજે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસે તેમના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. અદાલતે 10મી માર્ચ સુધી 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ બંને સગા ભાઈઓ ભીડભાડવાળી જગ્યામાં બોમ્બબ્લાસ્ટ કરવાનો પ્લાન કરતા હતા અને ચોટીલા સહિત રાજકોટમાં ગુંદાવાડીમાં પણ બોમ્બ મુકવાના હતા. શનિવારની મદ્યરાતે બે આતંકીઓને  ભાવનગર અને રાજકોટમાંથી દબોચી લેવાયા હતા. ગઈકાલે એટીએસ બંનેને અમદાવાદ પીસી કરવા માટે લઈ ગઈ હતી અને સાંજે પાછા રાજકોટ મોકલી દેતા મોડી રાત્રે પાછા મૂકી ગઈ હતી.

આઈએસના બંને આતંકી ભાઈઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બંનેનું સિવિલ હોસ્પિટલમાં તબીબી પરિક્ષણ કરી જ્યુડિશિયલ મેજેસ્ટ્રેટની કોર્ટમાં બંન્નેને રજૂ કરાયા હતા.  જેમાં  આરોપીઓએ જજ સાહેબ સામે કબલ્યું હતું કે, હા અમે બોમ્બ બનાવવાના હતા. 10 માર્ચ સુધી રિમાન્ડ અપાયા, ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવાનું શિખ્યા હતા. બન્ને આતંકી ભાઇઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં આરોપીઓ તરફથી કોઇ વકીલ ન હોવાથી આરોપીઓએ દલિલ કરતા જજ સાહેબ સમક્ષ કબૂલાત આપી હતી કે, અમે ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવવાનું શિખ્યા હતા. તેમજ બોમ્બ બનાવવાનું સાહિત્ય પણ ઇન્ટરનેટમાંથી મેળવતા હતા. શહેરમાં દહેશત ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ચોટીલા પણ જઈ આવ્યા હતા.  બન્ને આરોપીઓના 10 માર્ચ સુધી એટલે કે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

Jharkhand CM- ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે હેમંત સોરેન આજે લેશે શપથ

આગળનો લેખ
Show comments