Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Weather - રાજ્યમાં હાડ થિજવતી ઠંડી, 7 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, જુઓ ક્યાં કેટલું તાપમાન

Webdunia
શુક્રવાર, 13 ડિસેમ્બર 2024 (10:38 IST)
Gujarat Weather  ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાના કારણે અને  હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ જિલ્લાઓમાં 14 ડીસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે
 
હવામાન વિભાગની સતત બે દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહીને પગલે નલિયામાં બે દિવસ  કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગઈકાલે વધુ એકવાર નલિયામાં રેકર્ડ થઈ છે. 7.8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂંઠવાયા હતા. નલિયામાં બુધવારે સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેની સરખામણીમાં આજે 2.8 ડિગ્રી તાપમાન ઉંચકાયું હતું. બીજી બાજુ હજુ પણ આગામી 24 કલાક માટે રાજકોટ શહેર માટે હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડીની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે.  
 
કોલ્ડ વેવથી બચવા શું કરવું
 
હવામાન ખાતાની કોલ્ડ વેવની આગાહી દરમિયાન ઠંડીથી બચવા માટે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય તાપમાં રહેવું. ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ સ્‍વેટર, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરવો, વધુ ઠંડી હોય ત્‍યારે મોટી ઉંમરના વૃધ્‍ધ, બિમાર વ્‍યકિતઓ, નાના બાળકો અને સગર્ભા મહીલાઓએ શકય હોય ત્‍યાં સુધી ધરમાં જ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું.
 
 
વર્ષ 2025માં હનુમાનજી આ 3 રાશિઓ પર વિશેષ આશીર્વાદ વરસાવશે, તેમને ધન અને પારિવારિક સુખ મળશે.




રાજ્યમાં વિવિધ સેન્ટરો પર ગઈકાલે નોંધાયેલું લઘુતમ તાપમાન​​​​​

સેન્ટર લઘુતમ તાપમાન
અમદાવાદ 13 ડિગ્રી
વડોદરા 13.2 ડિગ્રી
ભાવનગર 13.8 ડિગ્રી
ભુજ 11.4 ડિગ્રી
ડીસા 10.5 ડિગ્રી
દીવ 13.7 ડિગ્રી
દ્વારકા 15.2 ડિગ્રી
કંડલા 13.5 ડિગ્રી
નલિયા 7.8 ડિગ્રી
ઓખા 20.2 ડિગ્રી
પોરબંદર 11.5 ડિગ્રી
રાજકોટ 9.1 ડિગ્રી
સુરત 15.2 ડિગ્રી
વેરાવળ 17.8 ડિગ્રી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Birthday Salman Khan: ફિટનેસથી લઈને ફેમિલી લાઇફ સુધી, સલમાન ખાન આ 5 બાબતોમાં અસલી હીરો

Kalaram mandir Nashik -કાલારામ મંદિર નાસિક

ગુજરાતી જોક્સ - ત્રણ જણની સવા

ગુજરાતી જોક્સ - ટ્યુશનની વાત

ગુજરાતી જોક્સ - દારૂ પીવો

વધુ જુઓ..

નવીનતમ

Coffee- હોટેલ જેવી ફોમ કોફી ઘરે બનાવવાની સરળ રેસીપી

Baby Girl Name from B - બ ઉપર છોકરીઓના નામ અર્થ સાથે

પેરી પેરી બટાકાના ચિપ્સ

Anxiety જો તમને અચાનક ચિંતા થવા લાગે તો તરત જ આ કરો, તમને રાહત મળશે.

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે આ બીજ, એક મુઠ્ઠી ખાવાથી થશે અનેક ફાયદા

આગળનો લેખ
Show comments