Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કમોસમી વરસાદ પછી હીટવેવનુ એલર્ટ, IMD એ જણાવ્યુ કેવુ રહેશે આગામી 6 દિવસનુ હવામાન

Gujarat Weather Today
Webdunia
ગુરુવાર, 3 એપ્રિલ 2025 (10:44 IST)
ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી હવામાનના વિવિધ રૂપ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવે ફરી હવામાન બદલાઈ રહ્યું છે.  . આ ઉપરાંત, વિભાગે 8 એપ્રિલ, 2025 સુધી હીટવેવની સ્થિતિ અંગે ઓરેંજ અને યલો એલર્ટ જાહેર કર્યુ છે. ખાસ કરીને, હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હીટવેવની ચેતવણી આપી છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. આ સાથે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે.
 
ગુજરાતમાં પડશે ભીષણ ગરમી 
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તે જ સમયે, આવતીકાલથી 6 દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમી પડવાની શક્યતા છે. એપ્રિલ મહિનો શરૂ થતા જ રાજકોટમાં ગરમી અગનગોળા વરસાવી રહી છે. 1 એપ્રિલે 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી સાત દિવસ દરમિયાન રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. ત્યારે ગરમી સામે સાવધાની રાખવાની સલાહો પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરાઈ છે. વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. એટલું જ નહીં, IMD એ પોરબંદરમાં ગરમીના મોજાને લઈને 4 અને 5 એપ્રિલે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તે જ સમયે, રાજકોટ અને પોરબંદરમાં 6 થી 8 એપ્રિલ સુધી હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
 
આ જીલ્લાઓમા લૂ નુ એલર્ટ 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ગરમીના કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવતીકાલે, ૩ એપ્રિલના રોજ, કચ્છ, જૂનાગઢ, રાજકોટમાં પીળો એલર્ટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ૪ અને ૫ એપ્રિલે ગરમીના કારણે જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ૬, ૭ અને ૮ એપ્રિલે ગરમીના મોજાને કારણે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જૂનાગઢમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
 
વરસાદની ભવિષ્યવાણી 
હવામાન વિભાગે ગુજરાત રાજ્યના વલસાડ, નવસારી, નર્મદા, તાપી, સુરત, ડાંગ, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, મહિસાગર, પંચમહાલ, ભરૂચ, અમરેલી, વડોદરા, આણંદ, ભાવનગર, બોટાદ, ગીરપોસ 3 એપ્રિલ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

Child Story - મદદ કરવી હોય તો કરો, ખાલી સલાહ ન આપો

શું તમે ચાલવાના ફાયદાઓ વિશે જાણો છો? જો નહીં, તો તમારે દરરોજ ફક્ત અડધો કલાક વોક કરીને જરૂર જોવું જોઈએ.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

Kesari 2 X Review: 'બંધ મુઠ્ઠી એક કડા', ગુસ્સાથી લાલ કરી દેશે અક્ષય કુમારની ફિલ્મ

World Heritage Day- મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, ઉનાકોટી રોક-કટ મૂર્તિઓને મળ્યુ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

ગુજરાતી જોક્સ - લગ્ન પછી પહેલીવાર વહુ

આગળનો લેખ
Show comments