Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આત્મહત્યાના વધી રહેલા બનાવો, એનઆરઆઈ યુવક સહિત ત્રણનો આપઘાત

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2016 (14:09 IST)
આણંદ પાસેના ચિખોદરા ગામનો વતની અને ત્રણેક વર્ષથી કેનેડામાં સ્થાઈ થયેલ યુવકે અમદાવાદની નવરંગપુરાની એક હોટલમાં ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી હતી. આ ઘટનાની તપાસ કરી રહેલ પોલીસને હોટલમાંથી મળેલી સુસાઈડ નોટમાં યુવકે લખ્યું છે કે મમ્મી-પપ્પા ખુશ રહેજો. પોલીસ હાલમાં  આ કેસની તપાસ કરી રહી છે.  પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચિખોદરાની ભાઈલાલ લાખાજીની ખડકીમાં રહેતા સૂર્યકાન્તભાઈ પટેલનો 23 વર્ષીય દીકરો પ્રતીક ગત 19 ઓગસ્ટ, શુક્રવારે કેનેડાથી પરત આવ્યો હતો. તે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ નવરંગપુરાની રૂદ્ર રેન્જ હોટલમાં રોકાયો હતો. દરમિયાન રવિવારે બપોરે પોણા ત્રણ કલાકે હોટલના સફાઈકર્મી તેની રૂમ સાફ કરવા ગયા હતા. જોકે, વારંવાર રૂમનો બેલ મારવા છતાં અને દરવાજો ખટખટાવવા છતાં પણ પ્રતીકે રૂમનો દરવાજો ખોલ્યો નહોતો. જેને પગલે સફાઈકર્મીઓએ આ અંગેની જાણ હોટલના મેનેજરને કરી હતી. હોટલ મેનેજરે આ મામલે નવરંગપુરા પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમણે રૂમનો દરવાજો તોડ્યો હતો. જેમાં પ્રતીકે પંખાના હૂકમાં કપડાંના બેલ્ટથી ગળેફાંસો ખાઈ લીધો હતો. તેની પાસેથી મળી આવેલા પાસપોર્ટ સહિતના દસ્તાવેજ પરથી તેના પરિવારજનોને બનાવ અંગેની જાણ કરી હતી. 
તો બીજી તરફ નખત્રાણા તાલુકાના બે અલગ-અલગ ગામોમાં યુવક અને યુવતીએ આત્મહત્યા કરી લેતાં નખત્રાણા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.  જીંજાય ગામની પ્રાથમિક શાળામાં પાંચ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા અપરિણીત દલિત યુવક વાઘેલા લક્ષ્મણ કરશનભાઇ  એ રવિવારે મોડી રાત્રે તેમના ઘરના પંખામાં ગમછો બાંધી લટકીને આત્મહત્યા કરી લીધી હતી,  જયારે ઉગેડી ગામે રહેતા ભૂપતસિંહ સોનાજી સોઢા તથા સુખાજી સોનાજી સોઢા ગામમાં રહેતી કંકુબા મોરારજી સોઢા (ઉ.વ.22)ને અવારનવાર ઝઘડો કરી ગાળો આપી ત્રાસ આપતા હોઈ તેમના ત્રાસથી દુ:ખી થઈ કંકુબાએ રવિવારે  સવારે 8 વાગ્યે એસિડ પી લેતાં પ્રથમ સારવાર માટે ભુજ જી.કે.માં દાખલ કરાતા સારવાર દરમિયાન બપોરે સાડા ત્રણ વાગ્યે દમ તોડી દીધો હતો.  નખત્રાણા પોલીસે બન્ને અકસ્માત મોતના બનાવો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાખડી બાંધવા માટે આતુર એક 12 વર્ષની બહેનને તેના ભાઈનો જવાબ સાંભળીને એટલુ દુખ થયું કે તેણે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના પછી પરિવારજનો શોકાતુર થઈ ગયા છે અને જ્યારે ભાઈને આ ઘટનાની ખબર પડી ત્યારે તેણે કહ્યું છે કે, હું દુનિયાનો સૌથી કમનસીબ માણસ છું. બેકારીનાખપ્પરમાં ફસાયેલા યુવાન ગીરવે મુકેલી મોટર સાઇકલ છોડાવી પત્નીને તેની પર બેસાડી રક્ષાબંધન માટે સાસરીમાં નહી લઇ જઇ શકનારા કમભાગી યુવાનની પત્નીએ રક્ષાબંધનની આગલી રાત્રીએ પોતાના ઘરમાં પંખાએ લટકી જઇ આત્મહત્યા કરી લીધાનો બનાવ હાલોલના પ્રેમ એસ્ટેટમાં બન્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હાલોલ ગોધરા રોડ પર રહેતા વિનયકુમાર ગોવીંદભાઇ વરીયા (ઉવ.38, ધંધો ખાનગી નોકરી રહે.પ્રેમ એસ્ટેટના)એ પોતાની ફરીયાદમાં જણાવ્યા અનુસાર તેઓ પોતાની પત્ની અવનીકાબેન તથા દિકરો પ્રતિક સાથે છેલ્લા 14 વર્ષથી રહે છે. અને તેઓ પીએમટી કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ કંપનીએ એક વર્ષ પહેલા તેઓને છુટા કરી દિધા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ

Rann utsav 2025- જો તમે રણ ઉત્સવમાં આ 3 સ્પર્ધાઓ ન જુઓ તો તમને પસ્તાવો થશે, શેડ્યૂલ અગાઉથી નોંધી લો.

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

HBD Bipasha- બિપાશા બાળપણમાં ડોક્ટર બનવા માંગતી હતી

વધુ જુઓ..

નવીનતમ

સાત ફેરા અને સાત વચન-લગ્ન વિધિ માં વર કન્યા સાત પગલાં સાથે ફરે છે

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

Rice In Diabetes - ડાયાબિટીસના દર્દીઓ કયા ચોખા ખાઈ શકે છે અને કયા શુગર માટે હાનિકારક છે.. જાણો

મટન ચોપ્સ રેસીપી

Baby girl name With D - ડ પરથી નામ છોકરી

આગળનો લેખ
Show comments