Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડૉક્ટરના અપહરણનો ભેદ ઉકેલાયોઃ બે કરોડની ખંડણી માંગતા બે ની ધરપકડ

Webdunia
બુધવાર, 24 ઑગસ્ટ 2016 (14:10 IST)
ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડૉ. રાજેશ મહેતાને બે અપહરણકારોની ચુંગાલમાંથી છોડાલી લીધા છે અને બંને અપહરણકારોને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે બે પટેલ યુવકોએ ડો. મહેતાનું અપહરણ કરીને તેમના પરિવાર પાસે  બે કરોડ રૂપિયાની માગણી કરી હતી. પાટણની ધારપુર મેડિકલ કૉલેજના પ્રોફેસર ડૉ. રાજેશ મહેતાનું છ દિવસ પહેલા 18મી ઓગસ્ટે અપહરણ થયું હતું. ત્યારે છ દિવસ પછી પોલીસને આ અપહરણનો ભેદ ઉકેલવામાં સફળતાં મળી છે. પોલીસે ઊંઝાથી 12 કિલોમીટર દૂર એક જગ્યાએથી બે અપહરણકારો કલ્પેશ પટેલ અને હિતેશ પટેલની ચુંગાલમાંથી પ્રોફેસરને છોડાવાયા હતા. આ બે અપહરણકારો વિશે વાત કરીએ તો કલ્પેશ પટેલ મહેસાણાનો છે, જ્યારે હિતેશ પટેલ અમદાવાદનો છે. આ બંને પ્રોફેસરનું અપહરણ કરીને તેમના પરિવાર પાસે પ્રોફેસરના બદલામાં બે કરોડની ખંડણી માગી હતી. આ ઘટનામાં ક્રાઇમબ્રાંચના 2 PIને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. સાથે જ ATSના SP હિમાંશુ શુક્લા પણ તપાસમાં જોડાયા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

HBD Bipasha- બિપાશા બાળપણમાં ડોક્ટર બનવા માંગતી હતી

ગુજરાતી જોક્સ - સાત વર્ષથી દારૂ પી રહ્યો છે

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

Happy birthday A.R Rehman- દિલીપકુમાર 'A.R Rehman નું અસલી નામ હતું, તેથી ધર્મ બદલવો પડ્યો

વધુ જુઓ..

નવીનતમ

Baby girl name With D - ડ પરથી નામ છોકરી

લગ્ન પહેલા તમારા પાર્ટનરને આ ખાસ પ્રશ્નો ચોક્કસથી પૂછો

પ્રેરક વાર્તા: એક ખેડૂત દરરોજ તેના ખેતરમાં સાપ માટે દૂધ રાખતો હતો, સવારે તેને વાટકીના તળિયે સોનાનો સિક્કો મળ્યો,

શિયાળામાં મોર્નિંગ વોકમાં ભૂલથી પણ સાથે ન લઈ જશો આ 3 વસ્તુઓ, ફાયદો થવાને બદલે થશે નુકસાન

Jackfruit Bhajiya- ફણસના ભજીયા

આગળનો લેખ
Show comments