Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસૂત્ર ‘જીનોમ’ શોધ્યું

Webdunia
ગુરુવાર, 16 એપ્રિલ 2020 (16:13 IST)
કોરોના વાઈરસે દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. ભારતમાં પણ તેના કારણે લોકડાઉન જેવા કડક પગલાં લઈને તેને પ્રસરતો અટકાવવા પ્રયાસ થઈ રહ્યા છે. આમછતાં દિનપ્રતિદિન રાજ્યમાં કેસો વધી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારની ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે (GBRC) કોરોનાનું વંશસૂત્ર શોધી લીધું છે અને તેનું જીનોમ સીકન્સ શોધી લેવાયું છે. તેના કારણે કોરોનાથી પીડિત આખી દુનિયાને આશીર્વાદરૂપ બનશે. CMOના ટ્વિટર પેજ પર આની માહિતી આપી છે.

ગુજરાત બાયો ટેક્નોલોજીએ શોધેલા કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સીકવન્સથી કોરોના વાઈરસ કોવિદ 19ની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધવી સરળ બની રહેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની માહિતી મેળવવામાં અસફળ રહ્યા હતા. ત્યારે ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે.GBRCના ડાયરેક્ટર પ્રો. ચૈતન્ય જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે, ન્યુકલિક એસિડ ડીએનએ અથવા તો આરએનએ હોઈ શકે છે.

માણસમાં ન્યુક્લિક એસિડ હોય છે એ ડીએનએ હોય છે. જ્યારે ઘણા વાઈરસમાં ડીએનએ અને ઘણા વાઈરસમાં આરએનએ સંરચના હોય છે. કોરોના વાઈરસની સંરચના આરએનએની  (રાઈબોન્યુકિલિક એસિડ) છે. માણસ, પશુ કે વનસ્પતિ દરેકની સંરચના સંપૂર્ણપણે ન્યુક્લિક એસિડ હોય ડીએનએના આધારે નક્કી થતી હોય છે. તેવી જ રીતે વાઈરસની સંરચના તેમજ તેની પ્રકૃતિ ન્યુક્લિક એસિડના આધારે નક્કી થતી હોય છે.

આ સંરચનાનો અભ્યાસ કરવામાં આવે તેની પ્રકૃતિ સમજવામાં આવે તો વાઈરસને કેવી રીતે ટેકલ કરવો, તેને હેન્ડલ કરવો જેથી તેની રોગ પ્રસરવાની તીવ્રતા છે તેને કેવી રીતે ઘટાડી શકીએ કે નાબૂદ કરી શકીએ એ સમજી શકીએ છીએ. તેની સામે કોઈ દવા આપણે બનાવી હોય તો તે દવા અસરકારક રહેશે કે નહીં કોમ્પ્યુટર લેવલે તેને ચકાસી શકીએ છીએ. કોમ્પ્યુટર લેવલે ચકાસ્યા પછી તેને લેબોરેટરી લેવલે ચકાસી શકીએ છીએ.
ત્યારબાદ તેને એક્યુઅલ ટ્રાયલમાં લઈ શકીએ છીએ. જ્યાં સુધી આપણી પાસે તેના ન્યુક્લિક એસિડની સંરચના હાજર હોય તેને કોમ્પ્યુટર લેવલે દવા કામ કરશે કે નહીં તે લેબોરેટરીમાં પ્રયોગ કરીએ જે તે સમયે એક કમ્પાઉન્ડ કે બે કમ્પાઉન્ડ કે પાંચ કમ્પાઉન્ડનો પ્રયત્ન કરી શકીએ છીએ. તેની સામે જીનોમ સંરચના આપણી પાસે હાજર હોય તો કોમ્પ્યુટર લેવલે જ આપણે હજારો નહીં પણ મિલિયન્સ ઓફ કમ્પાઉન્ડ એની સાથે ટેસ્ટ કરી શકીએ. ટેસ્ટ બાદ કયું કમ્પાઉન્ડ કામ કરશે તેને નેરોડાઉન કરીએ અને જે ઈફેક્ટવલી કમ્પાઉન્ડ મળે એને જ આપણે લેબોરેટરી લેવલે લઈ શકીએ છીએ જેમાં આપણને સફળ થવાના ચાન્સિસ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

વધુ જુઓ..

નવીનતમ

અથાણાના મસાલાનો ઉપયોગ આ વાનગીઓમાં કરો, સ્વાદ બમણો થશે

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

આગળનો લેખ
Show comments