Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉના પંથકમાં સિંહોની પજવણી, વધુ એક વીડિયો વાયરલ થયો

Webdunia
ગુરુવાર, 7 જૂન 2018 (12:19 IST)
ગીર સોમનાથ અને જૂનાગઢ જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો મામલો ઉચ્ચકક્ષા સુધી ગુંજે ત્યારે સોશ્યલ મિડીયા પર વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સિંહણને બોલાવી મારણ માટે મરઘીની લાલચ આપવામાં આવી રહી છે. મોટાભાગે ગીર સોમનાથના ઉના નજીક તાજેતરમાં ગેરકાયેદસર સિંહ દર્શન મામલમાં અમદાવાદના ત્રણ અને સ્થાનિક મળીને ઝડપાયેલા શખ્સો દ્વારા આવી હરકત થતી હોવાનું તેના વિડીયો વાયરલ બહાર આવું છે.

એશિયાટિક સિંહ ગુજરાતનું ગૌરવ ગણાય છે પરંતુ આ વીડિયો ક્લિપ સામે આવ્યા બાદ વનવિભાગની સંરક્ષણની પોલ ખૂલી ગઈ છે. અગાઉ પણ સિંહોની સતામણીની વીડિયો ક્લિપ સામે આવી ચૂકી છે. પરંતુ બુધવારે વાઈરલ બનેલા વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ હાથમાં મરઘી રાખીને સિંહણને લલચાવે છે અને તેને પાસે બોલાવે છે. મરઘી જોઈને સિંહણ તેમની નજીક આવે છે ત્યારે તેઓ મરઘીને દૂર લઈ લે છે. બાદમાં ફરીથી તેઓ મરઘી સિંહણની નજીક લઈ જાય છે અને જેવી સિંહણ તેને લેવા જાય છે ત્યારે ફરીથી તેઓ મરઘીને લઈ લે છે. આ ઘણા સમય સુધી આવું કર્યા બાદ અંતે તેમણે સિંહણને મરઘી આપી દીધી હતી અને સિંહણ તે લઈને જંગલમાં જતી રહે છે. આ દરમિયાન વીડિયોમાં અંદરો અંદર વાતો પણ સંભળાય છે જેમાં તે વ્યક્તિ કહી રહ્યો હોય છે કે તેના માટે આ દૈનિક ક્રિયા બની ગઈ છે અને તે સિંહણથી ડરતો નથી. થોડા સમય અગાઉ ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન બદલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી આ અંગે જંગલના મુખ્ય કન્ઝર્વેટર ડી.ટી. વસાવડાએ કહ્યું હતું કે આ ઉપરાંત અન્ય ઘણા વીડિયો અમને મળ્યા છે અને ગત મહિને અમે ગીર-ગઢડામાં ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતા સાત લોકોની ધરપકડ કરી હતી. વીડિયોમાં જોવા મળે છે તેમ સિંહની પજવણી કરવામાં આવતી હોવા છતાં તે તેમના પર હુમલો કરતો નથી. સિંહો કદાચ આ પ્રકારે ભોજન મેળવવાથી ટેવાઈ ગયા હશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Allu Arjun- અલ્લુ અર્જુનના ઘરે ટામેટાં ફેંક્યા, તોડફોડ; અલ્લુ અર્જુન સાથે જોડાયેલી નાસભાગનો મામલો અટકવાનો નથી

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments