Dharma Sangrah

સાવરકૂંડલાનો બનાવ, એક સિંહ અને 10 નિલગાયોને મારીને કૂવામાં નાંખી દીધા

Webdunia
શુક્રવાર, 1 જૂન 2018 (12:47 IST)
સાવરકૂંડલાના લીખાળા ગામમાં એક ચકચાર મચાવનાર બનાવ વનવિભાગના ધ્યાનમાં આવતા વનકર્મીઓ દોડતાં થઈ ગયાં છે. વનવિભાગની પ્રાથમિક તપાસમાં એક સિંહ અને 10 નીલગાયને મારી નાંખી આ કૂવામાં કોઇ ફેંકી ગયાનું ખુલતા જીવદયાપ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાસ્થળે વન વિભાગનો કાફલો પહોંચી ગયો છે અને અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. લીખાળા ગામે 50 ફૂટ ઊંડા કૂવામાં 30 ફૂટ જેટલું પાણી ભરેલું છે. એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહો આ કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આજે પોલીસ અને વન વિભાગ સફાળુ જાગ્યું છે અને કાફલા સાથે પહોંચી તપાસ હાથ ધરી છે. આ અંગે ધારી ગીરના ઇન્ચાર્જ ડીએફઓ સકીરા બેગમે જણાવ્યું છે કે, આખી ઘટના શંકાસ્પદ છે અમારી ટીમો તપાસ કરી રહી છે, અલગ અલગ દિશામાં સાંજ સુધીમાં ઘટના ક્લિયર થઈ જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Love Shayari - લવ શાયરી/ બે શબ્દો પ્રેમના

19 કરોડ મહિલાઓ આ રોગનો ભોગ બની છે! એક સાયલન્ટ કિલરની જેમ, જો અવગણવામાં આવે તો તે શાંતિથી પ્રહાર કરે છે

Kids story- વાંદરાને માર્યો માર

નો-ફ્રાય બટાકાની પુરી બનાવવાની એક સરળ રેસીપી! તે સ્વાદ અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ મિશ્રણ છે.

Eye cancer - આંખોનુ કેંસર થતા કયા લક્ષણ દેખાય છે ? જાણો કેવી રીતે ઓળખશો આ બીમારી ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

ટીઝર પહેલા Dhurandhar 2 નુ પોસ્ટર થયુ જાહેર, Toxic ને ટક્કર આપવા માટે 5 ભાષાઓમાં થશે રિલીઝ

Border 2 Box Office Collection:સની દેઓલની ફિલ્મએ આ 10 વોર ફિલ્મના બધા રેકોર્ડ તોડ્યા

ગુજરાતી જોક્સ- તમને કંઈ યાદ છે

ગુજરાતી જોક્સ -પત્ની સાથે ઝઘડો ન કરવો

આગળનો લેખ
Show comments