Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિરાધાર વૃદ્ધોને માસિક રૂા.૭૦૦ તથા દિવ્‍યાંગોને માસિક રૂા. ૬૦૦ ની સહાય- ૪,૭૭,૦૦૦ નિરાધાર વૃદ્ધો અને ૭૧૬૧ દિવ્‍યાંગોને લાભ

Webdunia
બુધવાર, 5 ઑક્ટોબર 2016 (16:38 IST)
રાજયના સામાજિક ન્‍યાય અધિકારીતા મંત્રી  આત્‍મારામ પરમારે જણાવ્‍યું છે કે નિરાધાર વૃદ્ધો અને દિવ્‍યાંગોના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર સતત પ્રયત્‍નશીલ છે. મુખ્‍યમંત્રી  વિજયભાઇ રૂપાણીના માર્ગદશન હેઠળ અધ્‍યતન ટેકનોલોજી દ્વારા પારદર્શી રીતે વૃદ્ધોને નિયમિત સહાય મળી રહે તે માટે નવતર અભિગમ દાખવીને 
નિરાધાર વૃદ્ધો તથા દિવ્‍યાંગોને અપાતી માસિક સહાય સીધે સીધી તેમના બેંન્‍ક એકાઉન્‍ટમા જમા કરાશે. 


દિવ્‍યાંગ વ્‍યકિતઓને અપાતી સહાયની માસિક પેન્‍શન યોજના અંતર્ગત ડાયરેકટ બેનીફીશીયરી ટ્રાન્‍સફર યોજનાનો ઓનલાઇન શુંભારંભ કરાવતા મંત્રી એ ઉમેર્યું હતું, કે આ યોજના હેઠળ બી.પી.એલ. યાદીમાં સામાવિષ્‍ટ ૬૦ વર્ષથી ૭૯ ઉંમરની વ્યકિતઓને કેન્‍દ્ર સરકારનાં રૂા.ર૦૦ અને રાજય સરકારના રૂા.ર૦૦ એમ કુલ રૂા ૪૦૦ની સહાય તથા ૮૦ વર્ષથી વધુ ઉંમરની વ્‍યકિતઓને કેન્‍દ્ર સરકારનાં રૂા.પ૦૦ અને રાજય સરકારનાં રૂા.૨૦૦ એમ કુલ રૂા.૭૦૦ની સહાય આપવામાં આવે છે. દિવ્‍યાંગ વ્યકિતઓને કેન્‍દ્ર સરકારનાં રૂા.૩૦૦ અને રાજય સરકારનાં રૂા.૩૦૦ એમ કુલ રૂા.  ૬૦૦ની સહાય ચૂકવવામાં આવે છે. જે સંદર્ભે રાજયના લગભગ ૪,૭૭,૦૦૦ જેટલા નિરાધાર વૃદ્ધો તેમજ ૭,૧૬૧ જેટલા દિવ્‍યાંગ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મળશે. આ તમામ લાભાર્થીઓને આધાર તેમજ બેન્‍ક એકાઉન્‍ટ રજૂ કર્યા છે એ તમામ લાભાર્થીઓના બેન્‍ક એકાઉન્‍ટમાં સહાયની રકમ જમા કરવામાં આવશે જેનો સીધો લાભ લાભાર્થીઓને મળશે અને લાભાર્થીઓને મનીઓર્ડરની રાહ જોવામાંથી મુકિત મળશે તથા સહાય ત્‍વરિત મળશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતની માર્કેટમાં હલચલ, સરદાર માર્કેટમાં 2500 ટન શાકભાજીનું આવક

Muhurat Trading 2024 : સંવત 2081ની ધમાકેદાર શરૂઆત થવાની ધારણા મુજબ, મુહૂર્ત ટ્રેડિંગના દિવસે સેન્સેક્સ 10 વર્ષમાં માત્ર બે વાર ઘટ્યો છે.

IND vs NZ: મુંબઈ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય , બંને ટીમના પ્લેઈંગ 11માં પણ ફેરફાર

મોંઘવારીનો વધુ એક માર : કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો

Diwali 2024: દિવાળીની પૂજા પછી દિવાનુ તમે શુ કરો છો ? ભૂલથી પણ ન કરશો આ ભૂલ, કરશો આ 5 કામ તો કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments