Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Assembly Election 2022 Live - ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે થશે ચૂંટણી

ગુજરાત ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરે

Webdunia
ગુરુવાર, 3 નવેમ્બર 2022 (11:49 IST)
બ્રેકિંગ ન્યૂઝ: આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે, બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ 
 
2017માં અપનાવવામાં આવેલી પરંપરાને ટાંકીને ચૂંટણી પંચે આ મહિનાની શરૂઆતમાં હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો સાથે ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરી ન હતી. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે.

<

Election Commission to hold a press conference today to announce the schedule of the Gujarat Assembly elections

— ANI (@ANI) November 3, 2022 >
ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે 12 વાગ્યે જાહેર કરશે. 2017માં અપનાવવામાં આવેલી પરંપરાને ટાંકીને ચૂંટણી પંચે આ મહિનાની શરૂઆતમાં હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો સાથે ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરી ન હતી. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે.
 
ચૂંટણી પંચે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે હિમાચલ પ્રદેશની મતગણતરીની તારીખ મતદાનના લગભગ એક મહિના બાદ રાખી ગુજરાત માટે પણ મતગણતરી 8 ડિસેમ્બરે થશે. 2017માં પણ બંને રાજ્યોમાં અલગ-અલગ તારીખે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મતગણતરી એક સાથે 18 ડિસેમ્બરે થઈ હતી.
 

12:34 PM, 3rd Nov
વિધાનસભાની ચૂંટણીમાં કેટલા મતદારો?
 
હાલમાં જ ચૂંટણીપંચે ગુજરાતમાં મતદાતાઓની અંતિમ યાદી બહાર પાડી હતી, તેમાં રાજ્યમાં કુલ ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો છે.
 
પુરુષ મતદાતાઓની સંખ્યા બે કરોડ 53 લાખ 36 હજાર 610 છે જ્યારે કે સ્ત્રી મતદાતાની સંખ્યા બે કરોડ 37 લાખ 51 હજાર 738 છે.
 
નવા મતદાતાઓની સંખ્યા 11.62 લાખ વધી છે. થર્ડ જેન્ડર મતદાતાની સંખ્યા પણ વધીને 1,417 થઈ છે. નોંધનીય છે કે માન્ય મતદારોમાં ચાર લાખથી વધુ વિકલાંગ મતદાતા છે.
 
સૌથી વધુ (59.9 લાખ) મતદારો અમદાવાદમાં છે, જ્યારે સૌથી ઓછા (1.93 લાખ) મતદારો ડાંગમાં છે.
 
 
વિધાનસભાની ગત ચૂંટણીમાં કેવું હતું ચિત્ર?
  
 
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આગળ જણાવાયું તેમ ભાજપે 99 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે કૉંગ્રેસે 77 બેઠકો જીતી હતી. એનસીપી (નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી)ના ફાળે એક અને બીટીપી (ભારતીય ટ્રાઇબલ પાર્ટી)ના ફાળે બે બેઠકો ગઈ હતી. ત્રણ અપક્ષ ઉમેદવારો જીત્યા હતા.
 
હવે જો આપણે ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પહેલાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું. કુલ 19 જિલ્લાઓમાં 89 બેઠકો પર મતદાન યોજાયું હતું. જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાઓની 93 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.
 
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. જેમાં એસસી માટે 13 અને એસટી માટે 27 બેઠકો અનામત છે. ગત ચૂંટણીમાં કુલ 1,828 ઉમેદવારો મેદાનમાં હતા. જે પૈકી 1,702 પુરુષો અને 126 મહિલાઓ હતાં.
 
જે પૈકી 169 પુરુષ ધારાસભ્યો ચૂંટાયા હતા જ્યારે 13 મહિલા ધારાસભ્યો બન્યાં હતાં. મતદાનની ટકાવારી 68.39 ટકા રહી હતી.
 
 
હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ મેવાણી અને આંદોલન
  
 
પાંચ વર્ષ પહેલાં સામાજિક આંદોલનથી રાજકારણમાં ખળભળાટ મચાવનારા યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની ત્રિપુટી હાલ રાજકારણ સામેલ થઈ ગઈ છે.
 
હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર હાલ ભાજપમાં છે અને જિજ્ઞેશ મેવાણી કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે.
 
પાટીદાર આંદોલનથી જાણીતા થયેલા હાર્દિક પટેલ પહેલાં કૉંગ્રેસમાં જોડાયા હતા અને તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.
 
તો ઠાકોરસેના બનાવનારા અલ્પેશ ઠાકોર પણ પહેલાં કૉંગ્રેસમાંથી રાધનપુરથી ચૂંટાયા હતા પરંતુ ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા. તેઓ ભાજપની ટિકિટ પરથી પેટાચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા હતા.
 
જિજ્ઞેશ મેવાણી પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા અને ત્યાર બાદ આપ છોડીને તેઓ દલિત સમાજનો અવાજ બન્યા હતા. કૉંગ્રેસના ટેકાથી તેઓ વર્ષ 2017માં વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. હવે તેઓ કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.
 
આ ત્રણેય નેતાઓની અસર 2017ની ચૂંટણી થઈ હતી અને પાટીદાર આંદોલનને કારણે ભાજપે પણ કેટલુંક નુકસાન વેઠવું પડ્યું હતું.
 
જોકે હવે પાટીદાર આંદોલન શાંત થઈ ગયું છે અને તેના મુખ્ય ગણાતા એવા હાર્દિક પટેલ ભાજપમાં છે.
 
ત્રિપાંખિયો જંગ
 
ભાજપની માફક આપ પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી પ્રચાર કરે છે
 
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટીની આ વખત ગુજરાતની ચૂંટણીમાં વધુ ચર્ચા થઈ રહી છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પૂરી તાકતથી સક્રિય થઈ ચૂક્યા છે.
 
આ વખત એન્ટિ-ઇન્કમ્બન્સી પણ ચૂંટણીમાં એક ફૅક્ટર હશે.
 
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે વખત જ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વની ઓછી મુલાકાત પણ આ વખતે ચર્ચાનો મુદ્દો બની છે.
 
સામે ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓના કાફલાને પ્રચાર માટે ઉતારી દીધો છે.
 
 ચૂંટણીપ્રચારના મુદ્દા કયા છે?
 
'સૌનો સાથ, સૌનો વિકાસ' ભાજપનો નારો છે અને વિપક્ષ કૉંગ્રેસ સતત તેને પડકારતી રહી છે
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ ગુજરાતથી દિલ્હી સુધી ન માત્ર મોટી સફળતા મેળવી છે પણ દેશમાં ભાજપનો ગ્રાફ પણ સતત ઉપર ચડાવ્યો છે અને આ રાજકીય સફરમાં સૌથી વધારે ચર્ચાયેલો મુદ્દો 'વિકાસ' અને 'ગુજરાત મૉડલ' છે.
 
'સૌનો સાથ, સૌનો વિકાસ' ભાજપનો નારો છે અને વિપક્ષ કૉંગ્રેસ સતત તેને પડકારતી રહી છે.
 
2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે સોશિયલ મીડિયામાં 'વિકાસ ગાંડો થયો છે' ઝુંબેશ સફળતાપૂર્વક ચલાવી હતી, તો સામે ભાજપે 'હું છું ગુજરાત, હું છું વિકાસ'નો જવાબ વાળ્યો હતો.
 
2017ની ગુજરાત ચૂંટણીમાં જ રાહુલ ગાંધીએ વિવાદિત ગુડ્ઝ ઍન્ડ સર્વિસ ટૅક્સને 'ગબ્બરસિંહ ટૅક્સ'ની ઉપમા આપી હતી અને એ મુદ્દો ચૂંટણીમાં ઉઠાવ્યો હતો.
 
ગુજરાતના વિકાસની વાતો વચ્ચે કોરોનાકાળમાં સરકાર અને જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તેવું જોવા મળ્યું. ઇન્જેક્શનોથી લઈને ઑક્સિજન માટેની લાઇનો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો મુદ્દો બની. અને અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા ત્યારે ગુજરાતનો વિકાસ ફરી ચર્ચામાં આવી ગયો હતો.
 
ભાજપે વિજય રૂપાણી સહિત આખું મંત્રીમંડળ બદલીને સાવ નવી સરકાર રચી ત્યારે કેટલાક રાજકીય વિશ્લેષકોએ જૂની સરકાર સામે એન્ટિ-ઇન્કમ્બન્સીના પરિબળના કારણે આવું કર્યું હોવાની વાત કરી.
 
વર્ષ 2017થી 2022 વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિઓને જોતાં આ વખતની ચૂંટણીમાં વિકાસ, મોંઘવારી અને મોંઘા શિક્ષણના મુદ્દા ચર્ચાઈ શકે છે.
 
તાજેતરમાં થયેલાં આંદોલનો
ભાજપે વિવિધ કમિટીઓ બનાવીને આ આંદોલનકારીઓની માગ પર વિચાર-વિમર્શ ચાલુ કરીને તેમનો રોષ ઠંડો પાડવાની કોશિશ કરી છે
 
ભાજપે વિવિધ કમિટીઓ બનાવીને આ આંદોલનકારીઓની માગ પર વિચાર-વિમર્શ ચાલુ કરીને તેમનો રોષ ઠંડો પાડવાની કોશિશ કરી છે
 
આ વર્ષની ચૂંટણીમાં ખેડૂતોના પ્રશ્નો પર ખેડૂત સંઘનું આંદોલન, બેરોજગારી, મોંઘવારી, વિવિધ સરકારી કર્મચારીઓનાં આંદોનલો, આશાવર્કરોનાં આંદોલનો, જૂની પેન્શન યોજનાનો મુદ્દો, કોરોના મહામારી દરમિયાનની તકલીફો, પોલીસ અને વનસંરક્ષક તથા શિક્ષકોનાં પગાર-ભથ્થાંના મુદ્દાઓ ચર્ચામાં છે.
 
ભાજપ સરકારે આ આંદોલનોને આંશિક રીતે ખાળવામાં સફળતા મેળવી છે. વિવિધ કમિટીઓ બનાવીને આ આંદોલનકારીઓની માગ પર વિચાર-વિમર્શ ચાલુ કરીને તેમનો રોષ ઠંડો પાડવાની કોશિશ કરી છે જેમાં મહદંશે સફળતા પણ મળી છે.
 
આમ છતાં ક્યાંકને ક્યાંક આંદોલનકારીઓનો રોષ યથાવત્ છે. જોકે કૉંગ્રેસ અને આપ બંને આ મુદ્દાઓને વટાવવાની કોશિશ કરે છે. બંને પક્ષોએ જો તેમની સરકાર બને તો આ પ્રશ્નોને ઉકેલવાનાં વચનો આપ્યાં છે. આ વચનોને ભાજપે 'રેવડી કલ્ચર'નું નામ આપ્યું છે.
 
બીજી તરફ ભાજપ વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા, સુવિધા સહિતના મુદ્દા પર ચૂંટણીનો પ્રચાર કરી રહ્યો છે. જોકે સાથે હિંદુત્વનો મામલો પણ પ્રચારમાં દેખાય છે.
 
<

For enhanced voting experience, 1274 polling stations will be completely managed by women & security staff. There will be 182 polling stations where one will be welcomed by PWD. For the 1st time, 33 polling stations will be set up &managed by youngest available polling staff: CEC pic.twitter.com/UZ0F2qfwOE

— ANI (@ANI) November 3, 2022 >

- આ મતદારોને ઘર બેઠા વોટિંગની સુવિદ્યા  
 
ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન બુથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.

<

A special observer in Himachal Pradesh & Gujarat for accessibility & inclusion for women, elderly, PWD will be deployed in the forthcoming #Assembly elections: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/JF6BUwmvZZ

— ANI (@ANI) November 3, 2022 >

12:15 PM, 3rd Nov
- 1274 વિશેષ મહિલા મતદાન મથકો- માત્ર મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા ચૂંટણી સ્ટાફ જ રહેશે.
 
- 182 મતદાન મથકોનું સંચાલન માત્ર દિવ્યાંગ ચૂંટણી સ્ટાફ દ્વારા જ કરાશે.
 
- દરેક જિલ્લામાં એક એવા ગુજરાતમાં 33 મતદાન મથકો એવા હશે જેમાં સૌથી યુવા સ્ટાફ એટલે કે હાલમાં જ ભરતી કરાયેલા ચૂંટણી અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે.
 
- 80 કિ.મી. દૂરથી આવવું પડતું હતું- હવે શિપિંગ કન્ટેઈનરમાં મતદાન મથક ઉભું કરાશે- 283 મતદારો છે
 
- 1 વોટ લેવા માટે 15 જણાનો સ્ટાફ જશે- જાફરાબાદના શિયાળબોટના 457 મતદારો માટે વિશેષ વ્યવસ્થા બોટમાં કરાશે
 
- સિદી સમુદાયના લોકો માટે વિશેષ મતદાન સુવિધા- માધવપુર-ગીર વિસ્તારમાં 200થી વધુ મતદારો છે

11:54 AM, 3rd Nov
સરકાર બનાવવા માટે 92 સીટોની જરૂર 
ગુજરાત સરકારનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી વર્ષ 2017માં યોજાઈ હતી. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે અને બહુમતી માટે 92 બેઠકો જરૂરી છે. અહીં છેલ્લે 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર 2017ના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. જેમાં ભાજપે કુલ 99 બેઠકો કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસે 77 બેઠકો અને અન્ય પક્ષોએ 6 બેઠકો જીતી હતી.

મોરબી પુલ દુર્ઘટના બનશે સૌથી મોટો મુદ્દો
રાજ્યમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાગરમી શરૂ થઈ ગઈ છે.  તમામ પક્ષો લોકોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. આમ આદમી પાર્ટી (AAP) પણ જોરદાર પ્રચાર કરી રહી છે. જો કે પીએમ મોદીનું ગૃહ રાજ્ય ગુજરાત ભાજપનો સૌથી મજબૂત કિલ્લો છે. હાલમાં મોરબી બ્રિજ અકસ્માત રાજ્યનો સૌથી મોટો મુદ્દો બની રહ્યો છે, જેને લઈને વિપક્ષ સતત નિશાન સાધી રહી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments