Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Heavy Rain photo - ભારે વરસાદથી ભાવનગરના માર્ગો તૂટી પડ્યા, આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી

Webdunia
સોમવાર, 16 જુલાઈ 2018 (14:40 IST)
રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. અહીં નવસારી, વલસાડ, ડાંગ, સુરત જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે. આજે સોમવારે વલસાડની ઔરંગ નદીએ ભયજનક સપાટી વટાવી છે. તો ડાંગમાં ભારે વરસાદના પગલે નદીઓમાં ધસમસતા નીર આવ્યાં છે. જ્યારે નવસારીમાં આવેલો કોઝ-વે તૂટી ગયો છે. શનિવારે સૂત્રાપાડાના ધામળેજમાં વધુ 11 ઈંચ અને કોડીનારમાં 6 ઈંચ, માળીયાહાટીના પંથકમાં 24 કલાકમાં 18 ઈંચ ખાબક્યો હતો. જેના કારણે ભાખરવડ ડેમ અઢી ફિટે ઓવરફ્લો થતાં માળીયા સહિતના વિસ્તારોમાં પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતાં.

- વરસાદને કારણે રેલ સેવા પર અસર 
- અમરેલીમાં પણ જળતાંડવ
- ભરૂચમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકાર 
- અનેક વિસ્તારમં પાણી ભરાતા જનજીવન પર માઠી અસર 
- સાહોલ પાસેથી પસાર થતી કિમ નદીમાં પાણી  ધુસ્યા 
- ઈલાવ ગામના બજારમાં પાણી ભરાતા ગામના લોકો પરેશાન 
- વલસાડમાં ધોધમાર વરસાદ સતત ચાલુ 

- ગીર સોમનાથમાં ભારે વરસાદથી ઉના સોમનાથ હાઈવે થયો બ્લોક
- ગીર સોમનાથ  ગઢડાનુ ગીજવા તળાવ ઓવરફ્લો 
- ઉના-કોડીનાર હાઈવે પર પાણી ફરી વળ્યા 
- પાંચ ઈંચ વરસાદને કારણે સર્વત્ર જળબંબાકાર 
-ટ્રેનની ટ્રેક પર પાણી ફરી વળ્યા 
- ઉના અને ગીર ગીઢડામાં જળ પ્રલય 
- ગીર સોમનાથમાં ભારે વરસાદથી સરસ્વતી નદીમાં ભારે પૂર 
- ગામના લોકોની મદદે પહોંચી NDRF ની ટીમ 
- હરમળિયા-ગીર પર ટ્રેક પર પાણી ફરી વળતા લોકલ ટ્રેન અટવાઈ 
- ભાવનગરમાં ભારે વરસાદ જેસરમાં નવ ઈંચ વરસાદ 
- ભાવનગર પાલિતાણામાં ધીમે ધીમે અવિરત વરસાદ 
- જેસર પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકશાન 
- નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયુ 
- વાલર બગદાણા અને ઓથણા ગામ બોટમાં ફેરવાયુ 
- ખેડૂતોએ જાતે બનાવેલ બંધાર થયો ઓવરફ્લો 

 
- ઓલણ નદી બંને કાઠે વહેતા પુલ પાણીમાં ગરકાવ  
- તાપી ડોલવણમાં ભારે વરસાદને કારણે
- અશ્વિનીની નદી પહેલી વખત બે કાંઠે 
- છોટાઉદેપુરની અશ્વિની નદીમાં ઘોડાપુર આવ્યુ 
- ભરૂચ  હાંસોટ વિસ્તારમાં ભારે વરસાદથી કિમ નદીમાં નવા નીરની આવક  
- ડાગ ભારે વરસાદને કારણે કોઝ વે પર પાણી ફરી વળ્યા 
- કોઝવે પર પાણી ફરી વળતા 1100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડાયા 
- વલસાડ - ઔરંગા નદીના જળસ્તરમાં ભારે વધારો 
- શાળાઓમાં રજા જાહેર  નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mahakumbh 2025: મહાકુંભમાં સવારથી સાંજ સુધી શું-શું જોઈ શકાય ? જો આટલું કરશો તો એક દિવસની યાત્રા યાદગાર બની જશે

મમતા કુલકર્ણી બની સંન્યાસી, ગળામાં રૂદ્રાક્ષ-ભગવા કપડા પહેરીને મહાકુંભમાં જોવા મળી અભિનેત્રી, જાણો તેનુ નવુ નામ

Snowfall In February:ફેબ્રુઆરીમાં દેશના આ અદ્ભુત સ્થળોએ બરફવર્ષા થશે, તમારા પ્રિયજનો સાથે ત્યાં પહોંચો.

ગુજરાતી જોક્સ - ઘરે ખાંડ નથી

તારી આંખ કેમ ફુલી ગઈ !

વધુ જુઓ..

નવીનતમ

રોજ પીઓ જીરામાંથી બનેલું આ ખાસ પીણું, વધતા વજન પર થશે કંટ્રોલ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

બ્રાહ્મણ અને કેકડાની વાર્તા (વડીલોની વાતના પાલન કરવું જોઈએ) Brahmin and the Crab

બાથરૂમની દુર્ગંધ તમને છોડતી નથી? આ ટિશ્યુ પેપર હેક ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે

આગળનો લેખ
Show comments