Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારે લીધા 3 મહત્વપૂર્ણ નિર્ણયો : ટ્રાફિક પ્રદૂષણ ઘટશે, ધંધા-રોજગારમાં વધારો થશે

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2019 (15:09 IST)
ગુજરાત સરકાર દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના લીધે ગુજરાતની સાડા છ કરોડની જનતાને ફાયદો થશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યની વિવિધ ૧૬ ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવી છે. ત્યારે ૨૦ નવેમ્બરથી રાજ્યમાં ૧૬ ચેકપોસ્ટો નાબૂદ કરાશે. ત્યારે ૨૦ નવેમ્બરથી આ ૧૬ ચેકપોસ્ટો નાબૂદ કરતા વાહનોની ઊભા રહેવું નહિ પડે. તેઓની ગાડી સડસટાટ નીકળી જશે. આ નિર્ણયથી ઈંધણની બચત થશે. સાથે જ રાજ્યની ચેકપોસ્ટો ઉપર ભારે માલવાહક કંપનીનો ચાર્જ ડાયરેક્ટ માલિકના ખાતામાંથી જમા થશે. 
 
શિખાઉ લાયસન્સ આઇ.ટી.આઇ. કક્ષાએ ઇસ્યુ કરવા
- હાલ શિખાઉ લાયસન્સ આર.ટી.ઓ. કચેરી ખાતેથી ઇસ્યુ કરવામાં આવે છે. શિખાઉ લાયસન્સ હવે આઇ.ટી.આઇ. કક્ષાએથી ઇસ્યુ કરવામાં આવશે. 
- આર.ટી.ઓ. ખાતે એપોઇન્ટમેન્ટ લીધેલ હોય તે કચેરીમાં પ્રોસેસ કરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. નવી એપોઇન્ટમેન્ટ આઇ.ટી.આઇ. ખાતે થી જ મળશે.  
- હાલના તબકકે ગુજરાત રાજયની ૨૮૭ આઇ.ટી.આઇ. પૈકી ૨૨૧ આઇ.ટી.આઇ. ખાતે શિખાઉ લાયસન્સની કામગીરી કરવામાં આવશે. જે કામગીરી ૩૬ આરટીઓ ઓફીસમાં થતી હતી તે કામગીરી ૨૨૧ આઇ.ટી.આઇ. ખાતેથી થશે. 
- વર્ષે અંદાજે ૮ લાખ લોકોને આર.ટી.ઓ. આવવાની જરૂર રહેશે નહીં. લોકોને મોટાભાગે તાલુકા કક્ષાથી દૂર જવાની જરૂર રહેશે નહીં. 
- અરજદાર દ્રારા શિખાઉ લાયસન્સની અરજી અને ફી ની કામગીરી ઓનલાઇન કરવાની રહેશે.
- શિખાઉ લાયસન્સની કામગીરી માટે અરજદાર પાસે હાલની વધારાની ફી સિવાય કોઇપણ વધારાની ફી વસુલ કરવામાં આવશે નહીં. 
- સરકારી ૨૯ પોલીટેકનીક ખાતે તા. ૨૫.૧૧.૨૦૧૯ થી શિખાઉ લાયસન્સ પણ ઇસ્યુ કરવામાં આવશે. 
 
આરટીઓની નવી ૭ સેવાઓ અરજદારોને ઘેરબેઠાં મેળવી શકશે.
- હાલ નોન ટ્રાન્સપોર્ટ વાહનો અને ટ્રાન્સપોર્ટ વાહનો  પસંદગીના નંબરો, સ્પેશીયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ,  ટેક્ષ અને ફી ની ચૂકવણી અરજદાર આરટીઓ કચેરીએ રૂબરૂ મુલાકાત સિવાય ઘેરબેઠાં આ સેવાઓ મેળવી રહયા છે. 
- વર્ષ ૨૦૦૯-૧૦ પછીના ડ્રાઇવીંગ લાયસન્સધારકો  રીન્યુઅલ ડ્રાઇવીંગ લાયસન્સ, ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, ડ્રાઇવીંગ લાયસન્સ સંબંધિત માહિતી, રીપ્લેશમેન્ટ ઓફ ડ્રાઇવીંગ લાયસન્સ – કુલ ૦૪ સેવાઓ.
- વર્ષ ૨૦૦૯-૧૦ પછીની આર.સી.બુક ધરાવતા વાહન માલિકો  ડુપ્લીકેટ આર.સી. બુક, વાહન ઇર્ન્ફમેશન અને હાઇપોથીકેશન રીમુવલ– કુલ ૦૩ સેવાઓ.  એમ કુલ મળીને–૦૭ સેવાઓ ફેશલેશ થશે. આ બંન્ને સેવાઓ મળી રાજયના કુલ ૧૭.૫૫ લાખ લોકોને લાભ થશે. 
 
ઇ-ચલણ
- આર.ટી.ઓ. ચલણની કામગીરી મેન્યુઅલ પધ્ધતિને બદલે તા. ૨૦.૧૧.૨૦૧૯થી ઇ-ચલણ ઉપર હેન્ડ હેલ્ડ ડીવાઇસથી થશે.
- ચેકીંગ અધિકારીઓને હેન્ડ હેલ્ડ ડીવાઇસીસથી સુસજજ કરવામાં આવશે. 
- હેન્ડ હેલ્ડ ડીવાઇસના ઉપયોગ દ્રારા આર.ટી.ઓ.ની. કામગીરીમાં પારદર્શકતા, કાર્યક્ષમતા આવશે. એન્ફોર્સમેન્ટની કામગીરી મનસ્વીપણે નહીં થઇ શકે. ગુન્હાવાર દરોની ગણતરી ઓટોમેટીક થશે. દંડ કરવાની કાર્યવાહીમાં મનઘડત રીતે કરી શકશે નહીં.
 
૧૬ ચેકપોસ્ટ નાબૂદ કરાઇ
- ગુજરાત સરકાર ઐતિહાસિક નિર્ણય દ્રારા વાહન વ્યવહાર ખાતા હસ્તકની ૧૬ ચેકપોસ્ટ કાયમી ધોરણે તા. ૨૦.૧૧.૨૦૧૯ નાબુદ કરવાનો જાહેર કરે છે. 
- ઓવર ડાયમેન્શન કાર્ગો (ઓડીસી) મોડયુલ પર વાહન માલિક કે ટ્રાન્સપોર્ટર વાહન અને માલ સંબંધિત સ્વૈરછિક જાહેરાત દ્રારા વાહન અને માલની લંબાઇ, પહોળાઇ, ઉંચાઇ જાહેર કરી શકશે અને ભરવાપાત્ર રકમ ઓનલાઇન ભરી શકશે. 
- જો કોઇ વાહન માલિક ખોટી માહિતી ઓનલાઇન જાહેર કરશે અને પકડાશે તો બમણાં દંડની વસુલાત કરવામાં આવશે. 
- ઓડીસ મોડયુલ દ્રારા બસ અને ટેક્ષી-મેક્ષીની ટેક્ષ અને ફી પણ ઓનલાઇન ભરી શકાશે. ઓનલાઇન ભરવામાં આવેલ ટેક્ષ અને ફી ની ચકાસણી QR Code સ્કેનર દ્રારા થઇ શકશે. આ QR Code રીસીપ્ટ Encrypted સ્વરૂપમાં હશે.  રસીદની સાથે કોઇ છેડછાડ થઇ શકશે નહીં. 
- ચેકપોસ્ટ નાબુદ કરવાથી રાજય સરકાર રોડ સેફટી માટે કોઇ સમાધાન કરવામાં આવશે નહીં. 
- પરવાનગી ફકત વાહનના માપ અને માલના ઓવરડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડયુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. 
- પ્રચાર-પ્રસારથી અન્ય રાજયના ટ્રાન્સપોર્ટ એસોસીએશન અને ટ્રક એસોસીએશનને જાગૃત કરવામાં આવેલ છે. 
- ચેકપોસ્ટના વિકલ્પરૂપે વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકવામાં આવશે. 
- હાલ ગુજરાત રાજયની ચેકપોસ્ટ પરની આવક રૂા. ૩૩૨ કરોડ ચેકપોસ્ટ ઉપર વસુલ કરવામાં આવતી હતી. તે હવે જે આવક ઓવરડાયમેન્શન (ઓડીસી) મોડયુલ દ્રારા વસુલ કરવામાં આવશે. 
-  આ નિર્ણયથી ગુજરાત રાજય અને દેશના વાહન વ્યવહાર ઝડપી, કાર્યક્ષમ અને નફાલક્ષી, પારદર્શક બનશે. Ease of Doing Business ની દિશામાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ કદમ છે.  
 
ઇંધણ અને સમયનો બગાડમાં ઘટાડો થશે. 
- તા. ૨૦.૧૧.૨૦૧૯ થી રાજયની તમામ ૧૬ ચેકપોસ્ટો નાબુદ કરવામાં આવશે. 
- વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફી ચૂકવણું parivahan.gov.in ઓનલાઇન કરી શકશે. 
- ચેકપોસ્ટ ઉપર કર અને ફીના ચૂકવણાંની આવક રૂા. ૩૩૨/- કરોડ હતી જે હવે ઓનલાઇન સ્વીકારવામાં આવશે. 
- ઓવરડાયમેન્શન કાર્ગો માટે વાહન અને માલની Exemption ની જોગવાઇ કરવામાં આવી છે. જે મુજબ વાહન માલિક, વાહન અને માલની ફી ચૂકવીને ઓનલાઇન Exemption મેળવી શકશે. 
- પરવાનગી ફકત વાહનના માપ અને માલના ઓવરડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડયુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. 
- ઓડીસી મોડયુલ પર કોઇપણ વાહનમાલિક વાહન અને માલ સંબંધિત  ફી અને કર ભરીને મુકિત મેળવેલ ન હોય તેમજ માલ અને વાહન સંબંધિત ખોટી માહિતી આપશે તો બમણો દંડ ફલાઇંગ સ્કવોર્ડ દ્રારા વસુલ કરવામાં આવશે. 
- આ નિર્ણયથી ટ્રાફીક પ્રદુષણ ઘટશે, ધંધા-રોજગારમાં ઝડપ અને કાર્યક્ષમતામાં વધારો થશે. 
- ચેકપોસ્ટ પર કર અને ફી વસુલવાની કામગીરી આ સાથે બંધ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments