Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકાર ખેડૂતોને 6 હજાર રૂપિયાની સહાયતા આપશે

#Updated Smart Phone Scheme for Gujarat Farmers

Webdunia
ગુરુવાર, 16 જૂન 2022 (15:45 IST)
ગુજરાતના ખેડૂતોને લઈ સીએમ ભૂપેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હતો. જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવાં પરિવારમાંથી એક ખેડૂતને મોબાઇલની ખરીદી પર રૂપિયા 6000 સુધીની સહાય અપાશે. સરકારે તૈયાર કરેલી 'નો યોર ફાર્મર' યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે. જેનું વ્યાજ સરકાર ભોગવશે. એ માટે કો-ઓપરેટિવ બેન્ક ખેડૂતોને ધિરાણ આપશે અને આથી સહાયની આ જાહેરાતથી દરેક ખેડૂત માટે સ્માર્ટ ફોન વસાવવો સહેલો બનશે
 
રાજ્ય સરકાર ખેડૂતોના લાભ માટે અવારનવાર નવી નવી યોજનાઓ લાવે છે. રાજ્ય સરકારે  ખેડૂતોનો મોબાઈલની સહાય આપવા માટે આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજના બહાર પાડી હતી. આ સહાયનો લાભ લેવા માટે કુલ 33 હજાર 79 અરજી કરવામાં આવી હતી. જેમાંથી કૃષિ વિભાગે 32 હજાર 775 અરજી મંજૂર કરી છે. જો કે,  ખેડૂતોને મોબાઈલ સહાય આપવા માટે રાજ્ય સરકારે બજેટમાં 10 કરોડની જ જોગવાઈ કરી છે. જેથી 16 હજાર 667 ખેડૂતોને મોબાઈલની સહાય કરવામાં આવશે. આ સહાય અંતર્ગત કૃષિ વિભાગ આ ખેડૂતોને મોબાઈલની ખરીદી કરવા પર 6 હજાર રૂપિયાની ચૂકવણી કરશે.
 
ખેડૂતોને સ્માર્ટ ફોન (Smart Phone Scheme 2022) ખરીદી ઉપર સહાય યોજના નો ઉદ્દેશ્ય
ભારતમાં હજુ પણ ખેડૂતોમાં ઈન્ટરનેટનો વપરાશ ઘણો ઓછો છે. ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે.
 
ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી ઉપર સહાય 2022 કેટલી સહાય (Smart Phone Scheme 2022)મળશે?
 
આ યોજના હેઠળ ખેડૂતમિત્ર એક મોબાઈલની ખરીદી પર મદદ મળશે આ અંગે વધુમાં તમને જણાવીએ કે રાજ્યના કૃષિ વિભાગે સ્માર્ટ ફોનની ખરીદીમાં સહાય 10 ટકાથી વધારીને 40 ટકા કરી દીધી છે. ખેડૂતોને 15 હજારની કિંમત સુધીના ફોનની ખરીદીમાં સરકાર મદદ કરશે. કિંમતના 40 ટકા અને વધુમાં વધુ રૂપિયા 6 હજાર સુધીની સહાય ખેડૂતોને મોબાઈલ ખરીદી પર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, પહેલાં 15 હજાર રૂપિયાના મોબાઈલની ખરીદી પર 10 ટકાની સહાય મળતી હતી. જ્યાર બાદ કૃષિ વિભાગે સહાય વધારવા નાણાં વિભાગની મંજૂરી માંગી હતી. જ્યાર બાદ વધારે સહાય આપવાની મંજૂરી પણ રાજ્ય સરકારને મળી ગઈ હતી. આથી જે-તે સમય દરમ્યાન રાજ્ય સરકારે લેખિત પરિપત્ર બહાર પાડી સહાય વધારાની જાહેરાત કરી હતી. ઉદાહરણ તરીકે, જો ખેડૂત 15000નો ફોન વસાવે છે તો સરકાર ખેડૂતને રૂપિયા 6 હજારની સહાય આપશે. જ્યારે બાકીના 9 હજાર ખેડૂતે જાતે ભોગવવાના રહેશે.
 
ખેડૂત સ્માર્ટફોન યોજના 2022 માટે જરૂરી દસ્તાવેજો
 
આ Gujarat Government Schemes માં  ખેડૂમિત્રોને Smartphone ખરીદી ઉપર યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
 
ખેડૂતમિત્રની Adharcard ની Xerox
Bank Account ની Passbook
Cancelled Check
ખેડૂતમિત્રના જમીનના ડોક્યુમેન્ટ્સ
8-અ ની Xerox
સ્માર્ટફોનની ખરીદી કરેલનું GST Bill
IMEI Number
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments