Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકાર નશાબંધીનો કડકાઈપૂર્વક અમલ કરવા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરશે

Webdunia
શુક્રવાર, 29 જૂન 2018 (17:39 IST)
નશાબંધીના કાયદાના ચુસ્ત અમલ માટે અને દારૂની ખતરનાક બદીને ડામવા માટે ગૃહ વિભાગે ગાંધીનગર-સ્ટેટ મોનીટરિંગ સેલની રચના કરી છે . રાજ્ય સરકારે નશાબંધીના કાયદાનો કડક અમલ શરૂ કર્યો છે. એમાં મદદરૂપ થવા સરકારે નશાબંધી અંગેના સુધારાયેલા કાયદાના નવા નિયમો જાહેર કર્યા છે. 

જેમાં નવી બાબત એ છે કે, સરકારે પ્રથમવાર નશાબંધીનો કડકાઈપૂર્વક અમલ કરવા માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. દારૂનું ઉત્પાદન, વેચાણ અને ખરીદી કરનારની માહિતી ગાંધીનગર-સ્ટેટ મોનીટરિંગ સેલને આપવામાં આવે તો માહિતી આપનારનું નામ ગુપ્ત રાખી દારૂના ધંધાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલની રચના કરવામાં આવી છે, જેના કંટ્રોલ રૂમના નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ ઉપર વોટ્સએપ અને SMS દ્વારા પણ નશાબંધી અંગેની માહિતી આપી શકાશે. જે સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની સરકારે ખાતરી આપી છે. રાજ્યમાં ટોલ-ફ્રી નંબર-14405 શરૂ કરાયો છે સાથોસાથ સ્ટેટ મોનીટરિંગ સેલનું ફેસબુક આઈ.ડી smcgujarat1@gmail.com પણ કાર્યરત કરવામાં આવ્યું છે. કોઈ દારૂ બનાવે,વેચે,ખરીદે,પીવે તો http://tz.ucweb.com/6_1bnsL પર માહિતી આપવાની શકાશે.

દારૂનું ઉત્પાદન, ખરીદી, વેચાણ, હેરફેર કરવાના કિસ્સામાં હવે ૩ વર્ષને બદલે ૧૦ વર્ષની કેદની સજા અને રૂા. ૫ લાખના દંડની જોગવાઈ છે. દારૂના અડ્ડા ચાલતા હશે તો તેને ચલાવનાર કે તેને મદદગારી કરનારાઓને પણ ૧૦ વર્ષની સજા અને રૂા. ૧ લાખનો દંડ થશે. દારૂ પીને દંગલ કરનારને ૧ થી ૩ માસની કેદ અને રૂા.૨૦૦ થી રૂા.૫૦૦ નો દંડના બદલે ૧ વર્ષ કરતાં ઓછી નહિં તેટલી સજા અને દંડ અથવા બન્ને શિક્ષા થશે. ગુનેગારને નાસી જવામાં મદદગારી કરનારા અધિકારી કે અન્યો સામે ૭ વર્ષ સુધીની સજા અને રૂા.૧લાખનો દંડ કરાશે. અધિકૃત વ્યક્તિની ફરજમાં અડચણ કરવા કે તેમની ઉપર હુમલો કરવા બદલ ૫ વર્ષની સજા અને રૂા.૫ લાખનો દંડ થશે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

તીવ્ર ઠંડીના દસ્તક! મેદાનમાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું, દિલ્હીમાં ધુમ્મસ

LPG Price Hike: ફરીથી વધારી દીધા ગેસ સિલેન્ડરના ભાવ, મહિનાના પહેલા દિવસે મોઘવારીનો ફટકો

Cyclone Fengal Alert - : તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, ચેન્નઈમાં રસ્તાઓ જળમગ્ન,આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ

આગળનો લેખ
Show comments