Webdunia - Bharat's app for daily news and videos

Install App

આગામી 30 માર્ચથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે

Webdunia
બુધવાર, 13 જાન્યુઆરી 2021 (16:44 IST)
રાજ્યમાં ધોરણ 9થી 12ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સ્કૂલમાં જઈ રહ્યાં છે. ત્યારે બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 30 માર્ચથી લેવામાં આવશે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 21 મે 2021માં યોજાનાર પરીક્ષામાં નોંધાયેલ વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 30 માર્ચ 2021ના રોજ લેવામાં આવશે. જેમાં રસાયણ વિજ્ઞાન, ભોતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા જિલ્લાના નિયત થયેલ પરીક્ષા કેન્દ્રો ખાતે બોર્ડ દ્વારા લેવામાં આવશે. જેની સ્કૂલના આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવી. આ જાહેરાતને પગલે બોર્ડ દ્વારા હવે ધો.10 અને 12ની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી જાન્યુઆરી માસમાં શરૂ કરવાનું આયોજન કરાયું છે. બોર્ડની પરીક્ષાના ચાર માસ પહેલાં ઓનલાઈન ફોર્મ ભરાઈ શકે અને ત્યાર બાદ બોર્ડ દ્વારા અન્ય કામગીરી પણ યોગ્ય રીતે કરી શકે. જાન્યુઆરીમાં કામગીરી શરૂ કરાય અને ફેબ્રુઆરી અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થયા બાદ પણ બોર્ડને બે માસ જેટલો સમય તૈયારી માટેનો મળી રહેશે, જેથી મે માસમાં બોર્ડ યોગ્ય રીતે પરીક્ષા લઈ શકશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments