Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોરોના બુલેટીન: આજે નોંધાયા 38 કેસ, આજેપણ એકપણ દર્દીનું મોત નહી

Webdunia
ગુરુવાર, 15 જુલાઈ 2021 (21:07 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 38 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 90 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,13,673 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.70 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 637 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 8 લોકો વેન્ટિલેટર પર છે. 629 લોકો સ્ટેબલ છે. 8,13,673 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી. 10,074 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.
 
ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 3,86,712 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કુનો નેશનલ પાર્કમાંથી સારા સમાચાર, ચિતા નીરવે 4 બચ્ચાને જન્મ આપ્યો

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

આગળનો લેખ
Show comments