Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવતીકાલે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Webdunia
બુધવાર, 4 માર્ચ 2020 (14:15 IST)
પમી માર્ચથી સમગ્ર રાજયમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે આ પરીક્ષામાં કુલ ૧૭.૫૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થશે. તેમાં ધોરણ-૧૦ના ૧૦.૮૩ લાખ, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧.૪૩લાખ અને ધોરણ-૧૨ સામાન્યા પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા ૫.૨૭ લાખ નોંધાઈ છે. કુલ ૧૩૭  ઝોનમાં ૧૫૮૭ કેન્દ્રો માં સમાવિષ્ટઓ પ,પપ9 બિલ્ડીંગમાં આવેલ ૬૦૦૨૭ વર્ગખંડોમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ લેવાશે. તેમાંથી ૫૯,૭૩૩ વર્ગખંડોમાં સી.સી.ટી.વી કેમેરાની વ્યથવસ્થાથ કરાઈ છે. 
 
જયારે બાકીના ૨૯૪ જેટલા વર્ગખંડોમાં ટેબલેટની વ્યમવસ્થા કરાઈ છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું  છે કે, વિદ્યાર્થીઓ નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તે માટે માઘ્યમમિક શિક્ષણ બોર્ડ દ્ધારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે ત્યારે વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ હળવાશનો અનુભવ કરીને નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષા આપી સફળતા મેળવે તેવી તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવું છું.
 
જયાં પરીક્ષાઓ લેવાનાર છે ત્યાં મહંદઅંશે બિલ્ડીંગ કે વર્ગખંડોમાં સી.સી. ટી.વી.ની વ્યંવસ્થા કરવામાં આવેલ છે. ઈલેકટ્રોનિક્સ સર્વેલન્સની વ્યવસ્થા પણ ૧૦૦ ટકા થઈ ગયેલ છે. પરીક્ષા સંદર્ભે જરૂરિયાત મુજબના યોગ્ય સ્ટા્ફની પસંદગી થઈ ગયેલ છે.  જિલ્લા  કક્ષાએ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું સતત માર્ગદર્શન મળી રહે તે માટેની વ્ય્વસ્થા પણ કરવામાં આવેલી છે. રાજય કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત છે.
 
પરીક્ષાઓમાં કોઈપણ સંજોગોમાં ગેરરીતિ ન થાય તેની તકેદારી પણ રાખાઈ છે. મોબાઈલ અને અન્યમ વિજાણુ યંત્રોનો ગેરકાયદેસર ઉપયોગ કરતા ઉમેદવારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ ડમી ઉમેદવારો સામે પણ કાર્યવાહી કરાશે. જિલ્લા  શિણાધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, મઘ્યસ્થ મૂલ્યાંરન કેન્દ્રના સંચાલકો, સી.સી.ટી.વી. વ્યુ.ઈંગના કર્મચારીઓ, વિજીલન્સ સ્કવોર્ડ વગેરેને પરીક્ષા સંબંધી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલ ઝોનલ કચેરીમાં આવેલ સ્ટાગરૂમમાં પૂરતા પોલીસ પ્રોટેકશનની અને પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ પ્રોટેકશનની વ્યવસ્થા કરવામાં આવેલી  છે.
 
જિલ્લામાં ગેરરીતિ વિહીન પરીક્ષા યોજાય તે માટે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના અગત્યના પ્રશ્નપત્રો દરમિયાન પરીક્ષા બિલ્ડીંકગ ઉપર વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીઓ પૂર્ણ સમય હાજર રહે તેવી વ્યાવસ્થાર પણ કરાઈ છે. જયારે કેટલાક અતિસંવેદનશીલ કેન્દ્રો પણ એસ.આર.પી. અને સી.આર.પી.એફ.નો સ્ટાફ ગોઠવાયો છે.
 
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને વિદ્યાર્થીઓ હળવાશ સાથે નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે અગાઉ  ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતુ. આ વિડીયો કોન્ફેરન્સ દરમિયાન જિલ્લાના કલેકટર સહિત જિલ્લાફ અન્ય ઉચ્ચ સંબંધિત અધિકારીઓની સાથે પરીક્ષાઓની તૈયારી સંબંધે પરામર્શ પણ કરવામાં આવ્યો હતો.
 
પરીક્ષાર્થીઓ પરીક્ષાખંડોમાં સમયસર અને સરળતાપૂર્વક પહોંચી શકે તે માટે એસ.ટી.બસની પૂરતી સગવડ પણ કરવામાં આવી છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓમાંજેલના કેદીઓ માટે પણ વ્યવસ્થાએ કરાઈ છે. ધોરણ-૧૦માં ૧૨૫અને ધોરણ-૧૨ના પ0 પરીક્ષાર્થીઓ મળી કુલ ૧૭૫ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફલોર પર થાય તે પ્રમાણે વ્ય્વસ્થા કરવામાં આવી છે અને ધોરણ-૧૦ના દ્રષ્ટિાહીન પરીક્ષા માટે બ્રેન લીપીના પેપર વડે પરીક્ષા આપી શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

LIVE IPL 2025: ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

IPL 2025 પહેલા બિઝનેસમેનનો દાવો, શાહરૂખ ખાન KKR નહીં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદવા માંગતો હતો

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

આગળનો લેખ
Show comments