Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષામાં પ્રથમ દિવસે જ 21 કોપી કેસ થયા

Webdunia
શુક્રવાર, 8 માર્ચ 2019 (12:30 IST)
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શરૃ થયેલી ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦,ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સ સહિતના તમામ પેપરો એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે આજે વિવિધ જિલ્લાઓમાં મળીને ૨૧ જેટલા કોપી કેસ નોંધાયા હતા.જ્યારે જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના એક સેન્ટરમાં ધો.૧૨ના એકાઉન્ટના પેપરમાં માસ કોપી કેસ થતો હોવાનું બોર્ડની સ્કવોડ ટીમે પકડી પાડયુ હતુ.આ સેન્ટરના સ્થળ સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવામા આવી છે.
ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ દિવસે ધો.૧૦માં ભાષાનું પેપર હતુ.જેમાં ગુજરાત બોર્ડના કોર્સમાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી સહિત અન્ય તમામ પ્રથમ ભાષાના પેપરો તથા એનસીઈઆરટી કોર્સના એનસીઈઆરટી કોર્સમાં પણ અંગ્રેજી સહિતના તમામ પ્રથમ ભાષાના પેપરો એકંદરે સરળ રહ્યા હતા.વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતી-હિન્દીનું પેપર સમય કરતા પણ વહેલુ પૂર્ણ થઈ ગયુ હતુ અને ખૂબ જ સરળ હતું.આ ઉપરાંત ધો.૧૨ સાયન્સમાં બપોરના સેશનમાં ફિઝિક્સ વિષયની પરીક્ષા હતી.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ એકંદરે પેપર સરળ રહ્યુ હતું.
જો કે કેટલાક વિદ્યાર્થીઓને એકથી બે પ્રશ્નો થોડા અટપટા અને શબ્દોની ભૂલ વાળા લાગ્યા હતા.કેટલાક વિદ્યાર્થીઓનું કહેવુ છે કે થીયરીના પ્રશ્નો એમસીક્યુ બહારના હતા અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમામ પ્રશ્નો ન હતા.પરંતુ એમસીક્યુ મોટા ભાગે ટેક્સબુક આધારીત જ હતા.સરેરાશ પેપર મધ્યમથી સરળ કહી શકાય તેવુ રહ્યુ હતુ.જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં બપોરના સેશનમાં એકાઉન્ટ વિષયનું પેપર હતુ.જે પણ એકંદરે સરળ રહ્યુ હતું.આમ આજના પ્રથમ દિવસના ધો.૧૦-૧૨ના તમામ પેપરો એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ જણાયા હતા. 
ગુજરાત બોર્ડના સ્ટેટ કંટ્રોલના આંકડા મુજબ પ્રથમ દિવસે કુલ ૨૧ કોપી કેસ નોંધાયા છે.જેમાં ધો.૧૦માં જુનાગઢમાં-૫, ભરૃચમાં ૩, વલસાડમાં-૨, પાટણમાં-૧ અને અમરેલીમાં -૩ કેસ સહિત ૧૪ ગેરરીતિના કેસ નોંધાયા છે.જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ વિષયની પરીક્ષામાં અમરેલીમાં-૨, જુનાગઢમાં ૧, આણંદમાં-૨,પાટણમાં-૧ અને મોરબીમાં ૧ સહિત કુલ ૭ ગેરરીતિના કેસ નોંધાયા છે.બોર્ડના કંટ્રોલરૃમની માહિતી મુજબ ધો.૧૨મા સામાન્ય પ્રવાહના ેએકાઉન્ટ વિષયની પરીક્ષામાં જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના વિસણવેલ કેન્દ્રમાં આવેલી માતૃવંદના સ્કૂલમાં બોર્ડની સ્કવોડ ટીમે ઝેરોક્ષ મશીન દ્વારા પ્રશ્નપત્રોની નકલો થતી હોવાનું પકડી પાડયુ હતું.
સ્કવોડ ટીમે પ્રશ્નપત્રની ૧૬ ઝેરોક્ષ કોપી પકડી હતી અને આ સેન્ટરમાં ઉત્તરવહીઓમાં જવાબો લખાવી માસ કોપી કેસ થતો હોવાનું ધ્યાને આવ્યુ હતુ તેમ જુનાગઢ ડીઈઓનુ કહેવુ છે.બોર્ડે કલેકટર તથા પોલીસ સહિત ડીઈઓને કાયદાકીય પગલા લેવાનો આદેશ કર્યો હતો.જુનાગઢ ડીઈઓના જણાવ્યા મુજબ સ્થળ સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી કરાઈ છે.આજે પ્રથમ દિવસે ધો.૧૦માં ૯૨૭૬૮૫ વિદ્યાર્થીમાંથી ૧૯૩૭૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને જેમાં સૌથી વધુ અમદાવાદ ગ્રામ્યમાં ૨૬૯૦ વિદ્યાર્થી ગેરહાજર નોંધાયા હતા.ધો.૧૨ સાયન્સમાં ૧૪૫૯૯૬ વિદ્યાર્થીમાંથી ૧૩૪૪ વિદ્યાર્થી અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટમાં ૨૨૧૧૪૪ વિદ્યાર્થીમાંથી ૨૭૩૪ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments