Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શું છે આ ગુજરાતના સિનિયર સિટીઝન માટે છે શ્રવણ યોજના

Webdunia
સોમવાર, 1 મે 2017 (14:03 IST)
ગુજરાતના 60 કે તેથી વધુ વયના આર્થિક રીતે સક્ષમ નહી હોય અને રાજ્યના પવિત્ર યાત્રાધામની સમૂહમાં યાત્રા કરવા ઇચ્છતાં હોય તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વની સરકાર શ્રવણ બનીને યાત્રા કરાવશે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સ્થાપનાદિન પહેલી-મે-2017થી જ સિનિયર સીટીઝનના સમૂહ હેતુ આ યોજના લાગુ કરવામાં આવ્યો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અમદાવાદના ભગવાન જગન્નાથજીના મંદિરથી શ્રવણ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુ ધ્રુવનું કહેવું છે કે ગુજરાતમાં આવેલાં યાત્રાધામના દર્શનાર્થે 60 કે તેથી વધુ વય ધરાવતાં આર્થિક રીતે સક્ષમ નથી તેવા સિનિયર સીટીઝનો માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વની સરકારે શ્રવણ તીર્થધામ યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના સોમનાથ, અંબાજી,પાવાગઢ જેવા યાત્રાધામને ગુજરાત એસટી નિગમ અને ખાનગી ટ્રાન્સપોર્ટ સર્વિસ સાથે સાંકળવાનો અભિગમ રાજ્યસરકારે અપનાવ્યો છે. ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તક આ સમગ્ર પ્રોજેક્ટ અમલી બન્યો. શ્રવણ તીર્થ યોજના મુજબ 45 કે તેથી વધુ સિનિયર સીટીઝનના સમૂહને યાત્રાધામના સ્થળે લઇ જવા પરત લાવવા સરકાર દ્વારા એસટીબસના નિર્ધારિત ભાડામાં 50 ટકા આર્થિક રાહત આપવામાં આવશે.

શું છે આ શ્રવણ યોજના

-ગુજરાતમાં સ્થાયી થયેલાં 60 કે તેથી વધુ વય ધરાવતાં વ્યક્તિને લાભ મળશે.
-પતિ-પત્ની એક સાથે યાત્રા કરતાં હોય. તે બે પૈકીની એક વ્યક્તિની ઉમર અરજીની તારીખે 60 વય હોવી જોઇએ
ઓછામાં ઓછા 45 સિનિયરસીટીઝન વ્યક્તિના સમૂહની અરજી માન્ય ગણાશે.
-પ્રત્યેક નાણાકીયવર્ષમાં એક વ્યક્તિને એક વાર જ લાભ મળવાપાત્ર
-યાત્રાધામમાં બે રાત્રિ અને ત્રણ દિવસ સુધીના પ્રવાસની મર્યાદામાં લાભ મળવાપાત્ર થશે.
-યોજના હેઠળ એસટીની સુપર બસ (નોનએસી) નું ભાડુ અથવા ખાનગી બસ ભાડે લીધી હોય તો ખાનગી બસનું ભાડુ બેમાંથી જે ઓછું હોય તેના 50 ટકા રકમ સમૂહ સહાય માટે મળવાપાત્ર રહેશે.
-60 વર્ષની વય જૂથના 45ના સમૂહ સાથે કાર્યકરો , ડોકટર , હેસ્પર કે રસોઇયા જેવા 60 થી ઓછી વયના માત્ર પાંચ વ્યક્તિઓ જ પ્રવાસ કરી શકશે.
-બસની કેપેસીટીના ઓછામાં ઓછા 90 ટકા પ્રવાસીઓ હશે ત્યારે જ પૂરતી સંખ્યાના પ્રવાસીઓ ગણીને બસની ફાળવણી કરવામાં આવશે.
-75 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો સાથે એક સ્વજનને 60 વર્ષની વય કરતાં નીચે હોય તો પણ યાત્રાધામ યોજનાના લાભ મળવાપાત્ર રહેશે.
-ગુજરાતના સ્થાપના દિન પહેલી-મે-2017 એ ભગવાન જગન્નાથજીના મંદિરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી શ્રવણ તીર્થ યોજનાનો પ્રારંભ કરશે. સરકાર શ્રવણ બન્યાની પ્રતિતિ સાથે ગુજરાતના આર્થિકરીતે સક્ષમ નથી. તેઓ પણ યાત્રાધામના પ્રવાસે જઇને દર્શનનો લાભ લઇ શકશે. સાચઅર્થમાં પહેલું તીર્થ માતા-પિતા—નો ઉદ્દેશ વર્તમાન યુવા પેઢી માટે પણ સાર્થક થશે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments