Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે 9 વાગ્યા બાદ ખાનગી બસોની ટ્રિપ બંધ, GPS લગાવવું ફરજિયાત

Webdunia
શનિવાર, 4 જુલાઈ 2020 (13:21 IST)
રાજ્યમાં પ્રવર્તી રહેલી કોવિડ-૧૯ની પરિસ્થિતિ સંદર્ભે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્યમાં રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ કલાક દરમિયાન કર્ફ્યુનો ચૂસ્તપણે અમલ થઈ રહ્યો છે. આ માર્ગદર્શિકામાં કોન્ટ્રાક્ટ કેરેજ બસોના પરિવહન માટે ફેરફાર કરાયો છે જેમાં રાત્રીના ૯.૦૦ થી ૫.૦૦ દરમિયાન કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન થઈ શકશે.
 
ટ્રાન્સપોર્ટ કમિશનરે જણાવ્યું છે કે સામાન્ય રીતે આયોજિત ટ્રીપોનું સંચાલન સવારના ૭.૦૦ થી શરૂ કરી રાત્રિના ૨૦.૦૦ (રાત્રે ૮.૦૦ વાગ્યા) સુધી પૂર્ણ થાય તે રીતે કરવાનું રહેશે. રાત્રીના મુસાફરી કરવાના સંજોગો ઊભા થાય ત્યારે તે મુસાફરી રાત્રિના ૯.૦૦ કલાક પહેલાં શરૂ થઈ જાય તે સુનિશ્ચિત કરવાનુ રહેશે. આ સમયગાળા દરમિયાન કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બસ ઓપરેટરે જીપીએસ/જીપીઆરએસ સિસ્ટમ લગાવી આવશ્યક છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રના ગૃહ સચિવના પત્રથી સ્પષ્ટતા કરાઈ છે. રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ કલાક દરમિયાન વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવાનો હેતુ લોકો મોટા પ્રમાણમાં એકત્ર ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે છે.
 
આ પ્રતિબંધ ગુડ્ઝ ટ્રકો/વાહનો કે પેસેન્જરની અવરજવર કરતી બસોને તેમજ બસ, ફ્લાઈટ, ટ્રેનની મુસાફરી કરીને આવેલ વ્યક્તિઓને લાગુ પડશે નહીં. જેથી આ પ્રકારના વાહનો તેમજ મુસાફરોની અવરજવર રોકવામાં ન આવે તે બાબતે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપી દેવાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments