Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kolkata Rape-Murder Case - દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આવતીકાલે ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર

મેડિકલ સેવાઓ શનિવારે સવારે છ થી રવિવાર સવારે 6 સુધી બંધ

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2024 (17:15 IST)
પશ્ચિમ બંગાળમાં ડૉક્ટર વિદ્યાર્થીની સાથે ગેંગ રેપ વીથ મર્ડરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે.અમદાવાદ,સુરત,રાજકોટ અને ગાંધીનગર સહિતની સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે. OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યાં છે પરંતુ ઈમર્જન્સી સેવાઓ ચાલુ રાખી છે. સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટીસ, તાનાશાહી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાળ પર રહીશું. બીજી તરફ આવતીકાલે શનિવારે ડોક્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
 
મેડિકલ સેવાઓ શનિવારે સવારે છ થી રવિવાર સવારે 6 સુધી બંધ
પ્રાપ્ત વિગતો પ્રમાણે આવતીકાલે શનિવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ડોક્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. જેથી ગુજરાતમાં પણ ઈમર્જન્સી સિવાય તમામ મેડિકલ સેવાઓ શનિવારે સવારે છ થી રવિવાર સવારે 6 સુધી બંધ રહેશે.આજે રાજ્યમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે,​​​​​​​ ઓપીડી સેવા બંધ કરી ન્યાય માટેની માંગ છે. ​​​​​​​ઓપીડી સેવાથી અળગા રહી હડતાળ પર ઉતર્યા છીએ. ઇમર્જન્સી સેવા ચાલુ રહેશે. 1500થી વધુ જુનિયર, સિનિયર ડોક્ટર હડતાળ પર છે.
 
આજથી રેસિડેન્ટ ડોકટરો અચોક્કસ મુદતની હડતાલ ઉપર
રાજકોટ સિવિલ હોસ્પિટલના PRO ડો. હેતલ ક્યાડાએ મીડિયાને કહ્યું હતું કે, આજથી રેસિડેન્ટ ડોકટરો અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે પરંતુ અમારે ત્યાં ઇમર્જન્સી સેવાઓ ચાલુ છે. કોઈ દર્દીને ઇમર્જન્સી સારવારની જરૂર હોય તો મળી રહેશે. રાજકોટ હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા છે. નિવૃત આર્મીમેન ફરજ બજાવી રહ્યા છે અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ છે. મેડિકલ કોલેજ કેમ્પસ તેમજ હોસ્ટેલમાં પણ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે જે કોલેજના તમામ ખૂણામાં ચાંપતી નજર રાખે છે અને 24 કલાક આ સીસીટીવી કેમેરા ચાલુ રહે છે.
 
કેન્ડલ માર્ચ રેલી શહેરના ગાંધીનગર ગૃહથી કોઠી ચાર રસ્તા નીકળશે.
સયાજી હોસ્પિટલના એમ.એલ.ઓ તમામની રજાઓ કેન્સલ કરાઈ છે. હજુ સુધી એકપણ દર્દીને મુશ્કેલી અંગેની માહિતી મળી નથી. પરંતુ એક સાથે આટલા ડોક્ટરો હડતાળ પર ઉતરે છે ત્યારે ક્યાંકને ક્યાંક તેની અસર જોવા મળશે. હાલમા રાવપુરા પોલીસ મથકોનો 20થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એક એસીપી, 1 પીઆઇ, 2 પીએસઆઈ સહિત જવાનો બંદોબસ્તમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચ રેલી શહેરના ગાંધીનગર ગૃહથી કોઠી ચાર રસ્તા નીકળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મુંબઈની શુ કેન્દ્ર દ્વારા થઈ રહી છે ઉપેક્ષા, ચૂંટણીમાં જનતાની શું છે અપેક્ષાઓ?

રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

કારમાં મળી 27 વર્ષીય યુવતીની લાશ, ઓનર કિલિંગનો મામલો હોવાની શંકા

આગળનો લેખ
Show comments