Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં ધો.8ની વિદ્યાર્થિનીની બહેનપણીના ભાઇએ લગ્નની લાલચમાં બેવાર દુષ્કર્મ આચર્યું

Webdunia
ગુરુવાર, 1 જુલાઈ 2021 (14:54 IST)
રાજકોટમાં ઘોર કળિયુગની યાદ અપાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધો.8ની વિદ્યાર્થિનીની બહેનપણીના ભાઈએ જ નજર બગાડી હતી. વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી બેવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હવસ સંતાષાતા આરોપીએ વિદ્યાર્થિનીને કહી દીધું કે હવે તારે અને મારે કઈ નહીં, તુ તારા રસ્તે અને હું મારા રસ્તે. આથી વિદ્યાર્થિનીએ પરિવારજનોને જાણ કરતા બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ધો.8માં ભણતી છાત્રા પર બહેનપણીના ભાઇએ લગ્નની લાલચ આપી બેવાર દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ મામલે લગ્ન કરવા સગીરાને શખ્સે સુરત બોલાવ્યા બાદ કહ્યું કે હવે તારે અને મારે કઈ નહી. આથી યુવતી તેના સંબંધીના ઘરે ગયા બાદ ત્યાંથી રાજકોટ પરત ફરી હતી. બાદમાં રાજકોટ આવી માતાને હકિકત જણાવતા બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બળાત્કાર, પોક્સો, હેઠળ ગુનો નોંધી તપાસ મહિલા પોલીસ મથકને સોંપવામાં આવી છે.

રાજકોટમાં રહેતી અને સગીર વયની ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની બહેનપણીના ભાઇ અને સુરત રહેતા શેખર સુરતભાઇ આહુજાએ લગ્નની લાલચ આપી હતી. બાદમાં બેવાર દુષ્કર્મ ગુજારનાર શેખર સામે ફરિયાદ નોંધાવતાં બી-ડિવીઝન પોલીસે કલમ 376 તથા પોક્સો એક્ટ કલમ 3,4 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સગીરવયની પુત્રી હાલ ધો.8માં અભ્યાસ કરે છે. તેની એક બહેનપણી રાજકોટમાં રહે છે. જે ઘરે આવતી જતી રહે છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, મારી દીકરીની બહેનપણીના ઘરે કોઇ પ્રસંગ હોવાથી સુરત રહેતો તેનો કૌટુંબિક ભાઇ શેખર રાજકોટ આવ્યો હતો. આથી શેખર સાથે મારી પુત્રીને પરિચય થતાં બંને એકબીજા સાથે ફોન પર વાતચીત કરતા હતા. મારી પુત્રીને શેખર સાથે ગયા વર્ષે જુન-2020માં પરિચય થયો હતો. પુત્રીને શેખરે લગ્નની લાલચ આપ્યા બાદ રાજકોટમાં અલગ-અલગ સ્થળે બે વખત મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતું.શેખર રાજકોટથી સુરત ગયા બાદ થોડા દિવસ વાત કર્યા બાદ સંપર્ક તોડી નાખતા અને પુત્રીને મેસેજમાં જવાબ ન આપતાં એકવાર મારી પુત્રીએ લગ્ન બાબતે પુછતાં શેખરે જણાવ્યુ હતું કે, તું અહીંયા આવી જા, આપણે સુરત લગ્ન કરી લઇશું. આથી મારી દીકરી પરિવારને કહ્યા વગર જ સુરત પહોંચી ગઇ હતી. ત્યાં સુરતમાં દીકરી શેખરને મળ્યા બાદ થોડા કલાકો સાથે રહ્યા બાદ શેખરે કહ્યું કે, હવે તું તારા રસ્તે હું મારા રસ્તે.આથી સગીરા નિરાશ થઇને તેના કૌટુંબિકનાં ઘરે જતી રહી હતી. તે સમયે રાજકોટ રહેતા તેમના પરિવારજનોએ સગીરાને શોધતા હતા. સગીરા સુરત હોવાનું માલુમ થયા બાદ રાજકોટ પરત ફરતાં થોડા સમય ઉદાસ રહેતા માતાએ પૂછતાં સગીર પુત્રીએ તમામ હકિકત જણાવી હતી અને તુરંત જ બી-ડીવીઝન પોલીસે પહોંચી ગયા હતા. PI ઔસુરા, PSI કોડfયાતર અને મહિલા પોલીસ કર્મચારીને સાથે રાખી ફરિયાદ નોંધાવી હતી. સુરતનાં શેખર આહુજા સામે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ મહિલા પોલીસ મથકને સોંપવામાં આવતાં PSI લાઠીયા તપાસ ચલાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

વધુ જુઓ..

નવીનતમ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

આગળનો લેખ