Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surat News - ગેસ ગળતરના કારણે ચારના મોત

Webdunia
ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (09:42 IST)
માંગરોળના મોટા બોરસરા ગામે આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતર થવાથી ચાર લોકોના ગૂંગળામણથી મોત નિપજ્યા છે. કેમિકલવાળા ડ્રમ ખોલતા ગેસ ગળતર થયુ હતુ. જેમા ચાર કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. તમામના મૃતદેહનો કીમની સાધના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
 
ઘટનાસ્થળે પહોંચેલા મામલતદાર પાર્થ જયસ્વાલે જણાવ્યું કે, મોટા બોરસરા ગામમાં સાંજે 4 વાગ્યાના સુમારે સમાચાર મળતાની સાથે જ નીલમ ઈન્ડસ્ટ્રીયલમાં સામગ્રીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, ડ્રમનું ઢાંકણ પડતાની સાથે જ કેમિકલના ડ્રમ પાસે પાંચ કર્મચારીઓ હાજર હતા. ગેસ છોડવાને કારણે પાંચેય બેભાન થઈ ગયા હતા.  ત્યારબાદ પાંચેયને નજીકની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં પાંચમાંથી ચારને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને એક વ્યક્તિ સારવાર હેઠળ છે
 
એક મૃતકના ભાઈના જણાવ્યા મુજબ કેમિકલ વેસ્ટ ઉઠાવતા સમયે ડ્રમ બ્લાસ્ટ થયો હતો. જેમા તેમના ભાઈનું ગૂંગળાઈ જવાથી મોત થયુ છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ પણ નવસારીમાં આ પ્રકારે કેમિકલ બ્લાસ્ટ થયો હતો. કેમિકલ બ્લાસ્ટ થતા ચાર લોકોના મોત થયા છે. મૃતક છેલ્લા 10 વર્ષથી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા.  આ કેસમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલની ટીમે કેમિકલના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે, તેમજ કંપનીના માલિકની પોલીસે ધરપકડ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments