rashifal-2026

ગુજરાતમાં પ્રથમ વખત રથયાત્રાનું 3D મેપિંગ, VR ટેક્નોલોજીથી આખો રૂટ આબેહૂબ ઊભો કરાશે

Webdunia
બુધવાર, 19 એપ્રિલ 2023 (12:16 IST)
ગુજરાતની સૌથી મોટી જેની વિશ્વભરમાં નામના છે એવી રથયાત્રા આગામી દિવસોમાં અમદાવાદના માર્ગો પરથી નીકળશે. તે સમયે હાથી, ઘોડા, પાલખી અને તમામ ઝાંખીઓ સાથે હજારો પોલીસ બંદોબસ્તની વચ્ચે ભગવાન જગન્નાથનો રથ નિશ્ચિત રોડ પરથી નીકળવાનો છે. જેના કારણે અગાઉથી જ રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ આ વખતે પ્રથમ વખત રથયાત્રાનું વર્ચ્યુઅલ રીયાલિટી મોડલ બનાવવામાં આવી રહ્યું છે,


જેમાં એક્સપર્ટની સાથે અમદાવાદ સાયબર ક્રાઈમ રથયાત્રાના આખા રૂટનું વીઆર રેકોર્ડિંગ કરીને તેને આબેહૂબ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે રથયાત્રાના માર્ગમાં ખૂણે ખૂણે શું છે અને તેની કઈ રીતે વ્યવસ્થા કરવી? ક્યાં બંદોબસ્ત જરૂર છે? ક્યાં શું સ્થિતિ સર્જાઈ શકે છે તે જોઇ શકાશે. આ વખતની રથયાત્રા ટેક્નોલોજીથી પણ સજ્જ હશે અને તે એક મોડલ બનશે.અમદાવાદની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના દિવસે સવારે મુખ્યમંત્રીના હસ્તે પહિંદ વિધિ કરાયા બાદ અમદાવાદના નગરમાં નિશ્ચિત રૂટ ઉપર નીકળે છે. આશરે 22 કિલોમીટરની રથયાત્રાના રૂટમાં 25 હજારથી વધુ પોલીસ અલગ અલગ જગ્યાએ ફાળવવામાં આવે છે. તેમાં મુવિંગ સ્ટાફ, ડ્રોન, સીસીટીવી સર્વેલન્સ હોય છે. આ બધાની વચ્ચે રથયાત્રામાં દર વખતે સભ્ય વિસ્તારો અને અન્ય મહત્વના સ્થળોએ કઇ રીતે બંદોબસ્ત ગોઠવવો તે પોલીસ માટે પડકાર સમાન હોય છે. તે જગ્યાએ કઇ સ્થિત છે. કઇ જગ્યાએ સ્ટાફ ફાળવવાથી તેની શું અસર થશે તે જાણવા માટે પોલીસને ફિલ્ડમાં ઉતરવું પડે છે અને તેની ખૂબ અસર પણ પડે છે.આ વખતની રથયાત્રા ટેકનોલોજીથી સજ્જ હશે. તેમાં હાઈ ટેક કેમેરા સર્વેલન્સ ડ્રોનની સાથે આ વખતે અમદાવાદ પોલીસ રથયાત્રા પહેલા રથયાત્રા રૂટનું વર્ચ્યુઅલ રિયાલિટી મેપિંગ કરવાની છે. જેનું એક્સપર્ટ દ્વારા રથયાત્રાના માર્ગમાં આવતી દરેક જગ્યાનું 3D શૂટ કરવામાં આવશે. જેમાં દરેક પોળ, દરેક ખાંચો, દરેક ધાબું 3D ડ્રોન અને વર્ટિકલ શૂટિંગ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને દરેક જગ્યાનું શૂટિંગ થયા બાદ તેને વીઆર બોક્સની મદદથી જોઈ શકાશે.અગાઉ જ્યારે રથયાત્રા રોડ પર પોલીસ હોય ત્યારે જ તેને ત જગ્યાની માહિતી મળે છે અને તેના માટે કોઈ નિશ્ચિત સમયે પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગ કરતા હોય છે. પરંતુ આ ટેકનોલોજીની મદદથી ગમે ત્યારે ગમે તે ક્ષણે વીઆર બોક્સની મદદથી આખો રૂટ જાણી શકાશે. રથયાત્રા નીકળે તે સમયે કયા ખૂણા કઈ જગ્યાએ પોલીસ બંદોબસ્ત રાખવો અને કઈ જગ્યાએ રાખવો જરૂરી નથી તે પણ એક સ્કીમ પોલીસ બનાવી શકશે. જેના કારણે પોલીસનો મેનપાવર સાચી દિશામાં વપરાય અને માનવ કલાકનો બચાવ કરી શકાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

આગળનો લેખ
Show comments