Webdunia - Bharat's app for daily news and videos

Install App

દર્દીને મળવું હોય કે પછી મસાલો પહોંચાડવો હોય, બધું જ સેટિંગ થઇ જશે, પણ ભાવ ફિક્સ છે હો!!!

Webdunia
શનિવાર, 17 એપ્રિલ 2021 (10:14 IST)
સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓના પરિજનોને દરરોજ નવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના દર્દી સુધી જરૂરી સામાન્ય અને દવા પહોંચાડૅવા માટે પરિજનોને પૈસા આપવા પડી રહ્યા છે. હોસ્પિટલના કર્મચારીઓને મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ કામમાં દરેક વર્ગના કર્મચારી સંડોવાયેલા છે. 
 
પરિસ્થિતિ એવી છે કે હોસ્પિટલના કર્મચારીઓએ દરેક વસ્તુ માટે ભાવ નક્કી કરેલા છે. દર્દીઓ સુધી કંઇપણ પહોંચાડવું હોય, બસ પૈસા આપવા પડે છે. મોબાઇલ પર વાત કરવાના, વીડિયો કોલ કરવાના પણ રેટ નક્કી છે. જો પૈસા ચૂકવવામાં આવે તો દર્દીઓ સુધી પહોંચાડી શકાય છે. એટલું જ નહી તેમની પાસે ગુટખા, પાન વગેરે સામાન પહોંચાડવું પણ સરળ છે બસ દરેક માટે પૈસા ચૂકવવા પડે છે.
 
આ કામમાં હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ, સફાઇકર્મી, નર્સિંગ સ્ટાફ સાથે અન્ય કર્મચારીઓ પણ સામેલ છે. દર્દીઓ પાસેથી પૈસા વસૂલવામાં આવે છે અને કોઇને ખબર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પહેલાં સિક્યોરિટી ગાર્ડ સફાઇ કર્મચારી પાસે લઇ જાય છે પછી તે નર્સિંગ સ્ટાફ પાસે લઇ જાય છે, આ પ્રકારે કામ થાય છે. 
 
સુરતમાં અત્યારે સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં જગ્યા નથી. તો ભોજનથી માંડીને પાણી  અને અન્ય જરૂરી સુવિધાઓ દર્દીઓ સુધી ઉપલબ્ધ છે. દર્દીઓ માટે પોતાના ઘરેથી ભોજન લઇને આવે છે. શહેરની ઘણી સંસ્થાઓ પણ દર્દીઓને ભોજન વગેરે પહોંચાડી રહી છે. જ્યારે સિવિલ મેનેજમેન્ટ પાસે એવી કોઇ વ્યવસ્થા નથી. 
 
તેનો ફાયદો હવે ત્યાંના કમર્ચારી ઉઠાવી રહ્યા છે. દર્દીઓ સુધી ભોજનથી માંડીને નશાનો સામાન સુધી પહોંચાડવા ઉપરાંત દર્દીઓને મળવાનો ચાર્જ પર વસૂલવામાં આવે છે. હોસ્પિટલમાં ભરતી દર્દીને ગુટખા, પાન અથવા નશાની વસ્તુઓ પહોંચાડવા માટે કર્મચારીને 100 રૂપિયા ચૂકવવાના હોય છે. 
 
ભોજન પહોંચાડવા માટે 200 રૂપિયા, મોબાઇલ વડે વાત કરવા માટે 400 રૂપિયા ચાર્જ છે. તેમાં દર્દી પાસે વીડિયો કોલ દ્વારા 5 મિનિટ વાત થઇ શકશે. આ ઉપરાંત જો કોઇ પોતાના પરિજનથી સીધા મળવા માટે માંગે છે તો તેને સૌથી વધુ 2 હજાર રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. હોસ્પિટલમાં એક દર્દીને જણાવ્યું કે તેને જે ભોજન મંગાવ્યું છે તેના માટે 500 રૂપિયા વસૂલવામાં આવ્યા છે.
 
જોકે હોસ્પિટલના નિયમ અનુસાર કોઇપણ દર્દીને મળી ન શકે. પરિજન સવાર સાંજ અને ઘણા દિવસ સુધી હોસ્પિટલની બહાર બેસી રહે છે કે તેમના પરિજનોની કોઇ સમાચાર મળી જશે. તો બીજી તરફ હેલ્પ ડેસ્ક પરથી પણ કોઇ મદદ કરવામાં આવી છે. 
 
પરિજનોની પરેશાનીનો ફાયદો ઉઠાવી રહેલા મહિલા અને પુરૂષ દલાલોનો દાવો છે કે અંદર જવા માટે પીપીઇ કીટથી માંડીને તમામ વ્યવસ્થા છે. તેના માટે સેટિંગ કરવું પડે છે, પરંતુ તેમાં ખતરો પણ છે. તેના માટે મળવાનો પણ ચાર્જ વધુ લે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments