Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોનસૂન લેટેસ્ટ અપડેટ: રાજ્યના 7 તાલુકાઓમાં 8 ઈંચથી સાડા તેર સુધીનો વરસાદ

Webdunia
સોમવાર, 24 ઑગસ્ટ 2020 (14:31 IST)
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૨૪મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૭ તાલુકાઓ એવા છે કે જ્યાં આઠ ઈંચ થી સાડા તેર સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ૩૩૮ મીમી એટલે કે સાડા તેર ઈંચ અને મહેસાણાના કડી તાલુકામાં ૩૨૮ મીમી એટલે કે તેર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ટંકારામાં ૨૭૦ મીમી, ઉમરપાડામાં ૨૫૬ મીમી, મોરબીમાં ૨૪૯ મીમી, બેચરાજીમાં ૨૨૪ મીમી અને સરસ્વતી તાલુકામાં ૨૦૯ મીમી એટલે કે આઠ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 
 
રાજ્યના ૧૫ તાલુકાઓમાં ૬ થી ૮ ઈંચ, ૩૦ તાલુકાઓમાં ૪ થી ૬ ઈંચ, ૧૪૬ તાલુકાઓમાં ૧ થી ૪ ઈંચ જયારે ૫૩ તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં અંજાર, જોટાણા, મુળી, વાંકાનેર, મહેસાણા, ભચાઉ, થાનગઢ, રાધનપુર, લખતર, સુરત શહેર, વઢવાણ, હળવદ, હારિજ, પાટણ અને ગીર-ગઢડા મળી કુલ ૧૫ તાલુકાઓમાં ૬ થી ૮ ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે સિદ્ધપુર, વિસાવદર, વિજયનગર, રાપર, ઉંઝા, કામરેજ, માળિયા-મિયાંણા, ધ્રોલ, ડેડિયાપાડા, મેઘરજ, માણસા, વિરમગામ, વડગામ, લોધિકા, ભાભર, માળિયા(જૂનાગઢ), રાજકોટ, સાયલા, કોડિનાર, ગાંધીધામ, માંડવી (સુરત), માણાવદર, વિજાપુર, ધ્રાંગધ્રા, તલાલા, ઉના, કલોલ, વાલિયા, વિરપુર અને નેત્રંગ મળી કુલ ૩૦ તાલુકાઓમાં ૪ થી ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ૧૪૬ તાલુકાઓમાં ૧ થી ૪ ઈંચ જયારે ૫૩ તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. 
 
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૧૦૨.૭૩ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૮૮.૦૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૩૪.૮૧ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૯૦.૨૧ ટકા, ઉત્તર ગુજરાતમાં ૮૭.૪૪ ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં ૭૮.૯૮ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
 
રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત ૨૦૬ જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ ૨,૧૯,૨૭૫ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ શક્તિના ૬૫.૬૪ ટકા જેટલો થયો છે. રાજ્યના ૭૬ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત ૭૮ જળાશયો એવા છે કે જે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત ૨૦ જળાશયો એવા છે કે જેમાં ૫૦ થી ૭૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ૧૬ જળાશયો જયારે ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા ૧૫ જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.  
 
રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે ૩૧૪ માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના ૨૮૬ માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

આગળનો લેખ
Show comments