Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરાષ્ટ્રના ખેડૂતોની દિવાળી સુધરી, રાજ્ય સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું કૃષિ રાહત પેકેજ

Diwali of Saurashtra farmers improves
Webdunia
બુધવાર, 20 ઑક્ટોબર 2021 (10:15 IST)
ગુજરાતના ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાહત પેકેજ સીધું જ ખેડૂતોના ખાતામાં આવશે. નોંધનીય છે કે, ત્યારે હવે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રાહત પેકેજના પૈસા જમા થઇ જશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે અતિવૃષ્ટી અને પૂરના કારણે ખેતી અને જમીનને નુકસાન થયું છે. નુકસાનનો રાજ્ય સરકારે સર્વે કરાવ્યો છે. જિલ્લા કક્ષાએથી રાજ્ય સરકારને નુકસાનનો અહેવાલ મળ્યો છે. અતિવૃષ્ટિના કાણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે મંગળવારે મોડી રાત્રે રાજ્ય સરકારે કૃષિ પેકેજની જાહેરાત કરી ખેડૂતોની દિવાળી સુધારી દીધી હતી. 
 
•  રાજ્યમાં ખરીફ -૨૦૨૧ સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી પાક-નુકશાન સામે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું 
 
•  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે  
 
•  જામનગર,રાજકોટ જૂનાગઢ  અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને  લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે. 
 
•  આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩(તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે.
 
•  આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ  એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે. 
 
•  બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ ૨(બે) હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. 
 
•  જો જમીનધારકતા આધારે એસડીઆરએફ(SDRF)ના ધોરણો મુજબ રૂ. ૫(પાંચ) હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રુ. ૫(પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે. 
 
•  આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે તારીખ ૨૫(પચ્ચીસ)ઓક્ટોબરથી ૨૦(વીસ) નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આવી અરજી કરવાની કોઈ ફી ચૂકવવાની રહેશે નહી.
 
•  રાહત સહાય પેકેજનો લાભ મેળવવા ઈચ્છુક અસરગ્રસ્ત ખેડૂતે ૮ –અ,તલાટીનો વાવેતરનો દાખલો, ૭-૧૨, આધાર નંબર, બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ, મોબાઈલ નંબર તેમ જ સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતિપત્રક વગેરે સાથે ટીડીઓ(તાલુકા વિકાસ અધિકારી)ને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે 
 
•  એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. આધાર નંબર ન હોય તો આધાર કાનૂન(એક્ટ)માં નિયત જોગવાઈ મુજબના જરૂરી દસ્તાવેજો સહાય માટે રજૂ કરવા પડશે. 
 
•  ખાતેદારના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. અને કોઈ એક જ વારસદારને સહાય મળવાપાત્ર થશે. અને તે અંગે અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારઓએ સંમતિનું સોંગદનામું આપવું પડશે. 
 
•  વનઅધિકારપત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને પણ તથા વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યેથી સહાયનો લાભ મળશે. 
 
•  સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે નહીં. 
 
- રાજ્ય સરકારે આ અંગે જારી કરેલો વિસ્તૃત ઠરાવ સામેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દેશમાં ઝડપથી વધી રહી છે દિલના દર્દીઓની સંખ્યા, તમારા હાર્ટના ધબકારા પરથી જાણો કે તમારું દિલ કેટલું બીમાર છે?

શું તમે સૌથી ઉપરના માળે રહો છો? તો રૂમને વધુ ગરમ થતા બચાવવા અપનાવો આ ઉપાય

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગજરાતી જોક્સ - પૂજારી

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

આગળનો લેખ
Show comments