Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cycloneockhi - હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં ‘ઓખી’ ત્રાટકવાની વકી, 16 ગામો એલર્ટ

Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (11:47 IST)
દક્ષિણ ગુજરાતમાં ધમરોળીને ગુજરાત તરફ આગળ વધી રહેલું ‘ઓખી’ વાવાઝોડુ રાજ્યમાં પ્રવેશ કરશે. વાવાઝોડાની અસર સોમવાર રાતથી જ શરૂ થઈ છે. રાજ્યભરમાં ઠેરઠેર અમી છાંટણા થયા હોવાની અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે અને શિયાળામાં ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા અત્યંત તીવ્ર ચક્રવાત ‘ઓખી’ને પગલે દક્ષિણ ગુજરાતમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓખી ફંટાય તો દરિયાકાંઠાના ગામોમાં ચક્રવાતથી ભારે નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે.

- વડાપ્રધાન મોદીએ બીજેપી કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ આ કુદરતી આફતમાં લોકોની મદદ કરે.
 
- ભાવનગર બંદર પર 2 નંબરનું સિગ્નલ લાગ્યું. ઘોઘા દહેજ રોરો ફેરી 6 ડિસેમ્બર સુધી બંધ કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
 
- ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ અચોક્કસ મુદત સુધી બંધ રાખવામાં આવી છે. ખરાબ વાતાવરણને કારણે બોટ સર્વિસ બંધ કરાઈ છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડ ઓખા દ્વારા આ નિર્ણય લેવાયો છે.
 
 - ઓખીની અસરને લઈ સુરતમાં તંત્ર એલર્ટ પર છે. હજીરા દરિયાકાંઠે, ઓલપાડના ભગવા કાંઠે NDRFની ટીમ તૈનાત કરાઈ છે. NDRFની ટીમ સતત મોનિટરીંગ અને પેટ્રોલિંગ કરી રહી છે. દરિયા કાંઠા વિસ્તારનાં ડુમ્મસ, સુલતાનાબાદમાં અસર જોવા મળી રહી છે. ચોર્યાસી, ઓલપાડનાં 63 ગામોને એલર્ટ કરી દેવાયા છે. જ્યાં NDRFની 4 અને SDRFની 2 ટીમોને તૈનાત કરાઈ છે


હાલ તે દક્ષિણ ગુજરાતથી દરિયામાં 800 કિલોમીટર ઉપર સ્થિર છે પરંતુ તે કઈ દિશા તરફ ફંટાય તે કહી શ
કાય તેમ નથી. જો એ ‘ઓખી’ દક્ષિણ ગુજરાત તરફ ફંટાય તો સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.નવસારી જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ તમામ અધિકારીને રાહત-બચાવ કાર્ય માટે એલર્ટ રહેવા જણાવી નુકસાનની પરિસ્થિતિ ઉદભવે તો તાકિદે પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.  ‘ઓખી’ વાવાઝોડાની સંભાવના સંદર્ભના હવામાન વિભાગના અનુમાનો અને સૂચનાઓ સંદર્ભે રાજ્ય સરકારે પ્રભાવિત જિલ્લાને જાણ કરી છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, જામનગર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને ભરૂચ જિલ્લાના કલેકટરોને સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ આપી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આ જિલ્લાઓના કલેકટરશ્રીઓને વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી કોઇપણ માછીમારને માછીમારી કે અન્ય હેતુ માટે દરિયામાં ન જાય તે સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે. કોઇપણ વ્યક્તિ દરિયાકાંઠે ન જાય તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે.

જરૂરીયાત ઊભી થાય તો વીજ લાઇનોનું તાકીદે પુનઃસ્થાપન, મરામત અને આનુષાંગિક કામગીરી હાથ ધરવા સંબંધિત વીજ કંપનીઓની ટીમો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની સંભાવનાવાળા વિસ્તારોમાં આવતી નગરપાલિકા, મહાનગરપાલિકાના સંબંધિત જવાબદાર અધિકારીઓ સાથેની ટીમો તૈયાર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments