Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પરીણિતાને પાડોશમાં રહેતા યુવકે બાથમાં ભીડી લઈ કપડાં ફાડી નાંખ્યા

Webdunia
ગુરુવાર, 18 માર્ચ 2021 (11:37 IST)
અમદાવાદના અત્યંત પોશ ગણાતા બોડકદેવના સિંધુભવન વિસ્તારમાં સ્થિત એક એપાર્ટમેન્ટમાં શરમજનક ઘટના બની છે. એક પરીણિતાને તેના પાડોશમાં રહેતા યુવકે બાથમાં ભીડીને તેના કપડાં ફાડી પોતાના ઘરમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતાં માંડ પરીણિતાએ પોતાની આબરુ બચાવી હતી. આ શરમજનક કિસ્સો હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના સિંધુભવન વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને તેના પાડોશમાં રહેતો એક યુવક દરરોજ શારીરિક રીતે હેરાન કરતો હતો. આ પરીણિતા જ્યારે ઘરેથી બહાર જવા નીકળતી હોય ત્યારે આ યુવક માત્ર અંડરવેર પહેરીને તેની સામે ઉભો રહી જતો હતો. જેથી પરીણિતા તેને ગણકાર્યા વિના ત્યાંથી ઝડપથી નીકળી જતી હતી. આ યુવકે પરીણિતા જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે તેને અચાનક બાથમાં ભીડી લીધી હતી અને તેના કપડાં પણ ફાડી નાંખ્યાં હતાં. બાદમાં તે પોતાના ઘરમાં ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ચીસાચીસ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં માંડ પરીણિતાએ પોતાની આબરુ બચાવી હતી. સિંધુ ભવન પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી નીશા (નામ બદલ્યું છે) વર્કિંગ વુમન છે. તે પોતાના પરિવાર સાથે રહે છે અને તેને બે બાળકો છે. નીશા વર્કિંગ વુમન હોવાથી તે પોતાના સમયે ઘરેથી નીકળે ત્યારે બાળકોને ઘરે મુકીને જતી હતી.  આ સમયે રોજ પાડોશમાં રહેતો યુવક તેની સામે અશ્લિલ ચેનચાળા કરતો હતો. એટલું જ નહીં. જ્યારે નીશા ઘરની બહાર નીકળે ત્યારે તે તેની સામે અંડરવેર પહેરીને ઉભો રહી જતો હતો. પણ જેમ તેમ કરીને નિશા આ યુવકથી બચીને ત્યાંથી જતી રહેતી હતી. જેથી આ યુવકની હિંમત વધી રહી હતી. યુવકને નીશાના પતિએ આ પ્રકારનું વર્તન નહીં કરવા માટે કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને ધમકી આપી હતી કે તને હું ઉપરથી નીચે ફેંકી દઈશ મારી નાંખીશ. તેમ કહીને તે તેના ઘરમાં જતો રહ્યો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.આ વખતે નિશા પોતાનું કામ પૂરું કરીને ઘરે આવતી હતી ત્યારે આ યુવક ત્યાં ઉભો હતો.જેણે નિશાનો હાથ પકડીને તેને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.આ વખતે પણ તે યુવક અડરવેરમાં જ હતો. નિશા આ યુવકથી બચવા પ્રયાસ કરતી હતી ત્યારે યુવકે નિશાએ પહેરેલા કપડાં ફાડવાનું શરૂ કરી દીધું અને તેને ખેંચીને પોતાના ઘર તરફ ઢસડી જઇ રહ્યો હતો.જેથી નિશા રીતસર પોતાની આબરૂ બચાવવા હવાતિયાં મારી રહી હતી.આ સમયે આસપાસના લોકો ભેગા થયા અને નિશાને જેમ તેમ કરીને પોતાના ઘરે મોકલી હતી.આ સમગ્ર બાબતે નિશાએ હિંમત કરીને પોલિસને જાણ કરી હતી.પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સુંદર સેક્રેટરીનો ગુસ્સો

સંજય દત્તને પત્ની માન્યતાને આ સ્ટાઈલથી કર્યુ વિશ, પતિ પર આ રીતે લુટાવ્યો પ્રેમ, સ્પેશલ શેયર કર્યો વીડિયો

શું તમે ભારતનો સૌથી ભયાનક કિલ્લો જોયો છે? લોકો સૂર્યાસ્ત પછી જતા નથી

ગુજરાતી જોક્સ - મારી ગર્લફ્રેન્ડે મને તેના ઘરે બોલાવ્યો

એક સરદાર નવી નોકરીમાં જોડાયા,

વધુ જુઓ..

નવીનતમ

Back Pain - ફક્ત એક નુસ્ખાથી કમરનો દુખાવો અને સ્લિપ ડિસ્કને કરો દૂર

વેલેન્ટાઈન વીક દરમિયાન તમારા પાર્ટનરને પ્રેમ વ્યક્ત કરતી વખતે આ ભૂલો ન કરો, તેનાથી બ્રેકઅપ થઈ શકે છે

Valentine Special- રેડ વેલ્વેટ પેનકેક

Egg Masala Bread Toast Recipe એગ મસાલા બ્રેડ ટોસ્ટ રેસીપી

પીરિયડ્સના મુશ્કેલ દિવસો થઈ જશે સરળ, કરો આ 4 કામ

આગળનો લેખ
Show comments