Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવતી તેના સગાઈ નક્કી થયેલા યુવક સાથે વીડિયો-કોલ પર વાત કરી રહી હતી ત્યારે જ પ્રેમી તેની પાસે આવ્યો અને છરીના ઘા મારી દીધા

crime news in gujarati
Webdunia
બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (12:11 IST)
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી સ્વરૂપવાન યુવતીને પાડોશમાં રહેતા યુવક સાથે આંખ મળી ગઈ હતી, પણ ગરીબ પરિવારની આ યુવતીને ઘરની જવાબદારી માથે હતી, જેથી પ્રેમ લગ્નમાં પરિણમી શકે એમ ન હતું, જેથી યુવતીએ પરિવારના કહેવા મુજબ રાજસ્થાનના યુવક સાથે સગાઈ કરી લીધી હતી. આ વાત પ્રેમીને ખબર પડી અને તે પ્રેમિકાને પોતાની નહિ તો કોઈની નહિ કહીને મારવા માટે તૈયાર થઈ ગયો. જ્યારે યુવતી તેના સગાઈ નક્કી થયેલા યુવક સાથે વીડિયો-કોલ પર વાત કરી રહી હતી ત્યારે જ પ્રેમી તેની પાસે આવ્યો અને મોઢું દબાવીને 3 છરીના ઘા મારી દીધા હતા. મૂળ રાજસ્થાનની 26 વર્ષીય યુવતી તેનાં માતા-પિતા અને બે બહેનો સાથે પૂર્વ વિસ્તારમાં રહે છે અને છૂટક સિલાઈ કામ કરે છે. આજથી સાતેક વર્ષ પહેલાં તેના ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા જિમ્મી નામના યુવક સાથે તેને મિત્રતા થઈ હતી. આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી, પણ ઘરમાં આ યુવતી મોટી હોવાથી તેની જવાબદારી વધુ હોવાથી લગ્ન કરી શકાય એમ ન હોવાનું જિમ્મીને જણાવ્યું હતું. બાદમાં માતા-પિતાના કહેવાથી રાજસ્થાનના યુવક સાથે આ યુવતીએ વર્ષ 2020માં સગાઈ કરી લીધી હતી. યુવતીએ જિમ્મીને પણ સગાઈની જાણ કરી પ્રેમ સંબંધનો અંત લાવવા જણાવ્યું હતું, પણ તે પ્રેમમાં પાગલ થઈ ગયો હતો અને યુવતીની વાત માનતો ન હતો. યુવતીએ પણ આ વાત તેના ઘરે કરી ન હતી.થોડા માસ અગાઉ યુવતીએ તેના પરિવારને જિમ્મી હેરાન કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યારે જ જિમ્મીએ યુવતીના મંગેતરને સગાઈ તોડી નાખવા ધમકી આપી હતી. જિમ્મી અવારનવાર યુવતીને "તું મારી નહિ તો કોઈની નહિ, મારી સાથે લગ્ન કરી લે, નહિ તો તને અને તારા મંગેતરને જીવતાં નહિ છોડું", જણાવી ધમકી આપતો હતો.સોમવારના રોજ આ યુવતીના મંગેતરનો વીડિયો-કોલ આવતાં તે સીડીમાં બેઠી-બેઠી વાત કરતી હતી. ત્યારે જ ધાબેથી જિમ્મી આવ્યો અને તેણે યુવતીનું મોઢું દબાવી દીધું હતું. યુવતી પોતાને મુક્ત કરવા પ્રયાસ કરતી હતી એવામાં જિમ્મીએ તેને છરીના ત્રણેક ઘા મારી દીધા અને લોકો આવી જતાં તે ભાગી ગયો હતો. યુવતીને સારવાર અર્થે ખસેડાતાં ઓઢવ પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. ઓઢવ પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments