Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહેલીવાર કોરોના કેસ 3 લાખને પાર, 2020ના મોત... કોરોનાથી ભારતમાં તબાહીના બિહામણા દ્રશ્યો

Webdunia
બુધવાર, 21 એપ્રિલ 2021 (08:07 IST)
ભારતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દરરોજ નવા કેસના આંકડા રેકોર્ડ બનાવી રહ્યા હતા. પણ આ વખતે કોરોનાથી થનારા મોત પણ અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી ચુક્યુ છે. કોરોના વાયરસની બીજી લહેરમાં દેશમાં પહેલીવાર 3 લાખ કેસ આવવા ઉપરાંત સૌથી વધુ 2000 મોત પણ થયા છે. આ રીતે મહામારીની બીજી લહેર રોજ દરરોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહી છે. વર્લ્ડોમીટર મુજબ મંગળવારે રાત્રે 12 વાગ્યા સુધી 24 કલાકમાં દેશમાં 2020 કોરોના દર્દીઓના મોત થયા. આ મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી દિવસમાં કોરોના સંક્રમિતોના મોતનો સૌથી મોટો આંકડો છે. પહેલીવાર દેશમાં એક દિવસમાં બે હજારથી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે. 
 
આંકડા મુજબ આ સમયમાં મંગળવારે 2,94,115 કોરોના વાયરસના નવા સંક્રમિત મળ્યા. આ દેશમાં એક દિવસમાં કુલ નવા સંક્રમિતોની સૌથી મોટી સંક્યા છે. સતત પાંચ દિવસથી કોરોનાથી રેકોર્ડતોડ મોત થઈ રહી છે.  આ મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં કોરોનાના સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા છે મહામારીથી મરનારા કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,82,570 થઈ ગઈ છે. જ્યારે કે અત્યાર સુધી કુલ સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 1,56,09,004  છે.  દેશમાં સારવાર કરાવતા દર્દીઓની સંખ્યા 21,50,119 પર પહોંચી ગઈ. આ કુલ સંક્રમિતોની સંખ્યાના 13.8 ટકા છે. 
 
અઠવાડિયામાં મોતની સંખ્યા 94.5 ટકાનો વધારો

તારીખ (એપ્રિલ)    કોરોના દર્દીઓના મોત

    21                         2020
    20                         1761 
    19                         1620
    18                         1498
    17                          1338
    16                         1184
    15                         1038

એ 5 રાજ્યો જ્યા સંક્રમણ સૌથી વધુ

રાજ્ય                 સંક્રમણ દર (% માં)
મહારાષ્ટ્ર                 16.3
ગોવા                    11.6
નાગાલેંડ                 9
કેરલ                      8.8
છત્તીસગઢ                8.5
 
 
ઠીક થવાનો દર ઘટીને 85 ટકા થયો - કોરોના સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર ઘટીને 85 ટકા રહી ગયો છે. આંકડા મુજબ આ બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,32,69,863 થઈ ગઈ. કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થઈ ગઈ છે. પણ મહારાષ્ટ્રમાં આ દર 1.50 ટકા અને પશ્ચિમ બંગાળમાં 1.6 ટકા છે. 
 
77 ટકા મોત ફક્ત આ 8 રાજ્યોમાં 
 
દેશમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ 519 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા. ત્યારબાદ દિલ્હીમાં 277, છત્તીસગઢમાં 191, યુપીમાં 162, ગુજરાતમાં 121, કર્ણાટકમાં 149, પંજાબમાં 60 અને મધ્યપ્રદેમાં 77 લોકોના મોત થયા છે. આ આઠ રાજ્યોમાં કુલ 1556 લોકોના મોત થયા છે જે કુલ 2020 મોતોના 77.02 ટકા છે. 
 
60 ટકા નવા સંક્રમણ કેસ ફક્ત આ 6 રાજ્યોમાં 
 
મહારાષ્ટ્રમાં  સૌથી વધુ 62,097 નવા કોરોના કેસ આવ્યા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં  29574, દિલ્હીમાં 28395, કર્ણાટકમાં 21794, કેરલમાં 19577 અને છત્તીસગઢમાં 15625 નવા કોરોના સંક્રમિત મળ્યા. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments