Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત-મધ્યપ્રદેશ સહિત આ રાજ્યો દરરોજ નોંધાયા છે 80%થી વધુ નવા કેસો, મૃત્યું દરમાં થયો ઘટાડો

Webdunia
મંગળવાર, 23 માર્ચ 2021 (09:07 IST)
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે કોવિડના કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા 80.5% નવા કેસો માત્ર આ રાજ્યોમાં જ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 46,951 નવા કેસ નોંધાયા છે જેમાંથી 84.49% કેસ છ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં છે.
 
દેશભરમાં દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં એક દિવસમાં વધુ 30,535 (65.03%) દર્દીઓ સંક્રમિત થયા છે. ત્યાર પછીના ક્રમે, પંજાબમાં વધુ 2,644 જ્યારે કેરળમાં વધુ 1,875 નવા દર્દીઓ નોંધાયા છે.
 
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 3,34,646 નોંધાયું છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોની સંખ્યામાંથી આ આંકડો હવે 2.87% થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડના સક્રિય કેસોના ભારણમાં 25,559 કેસનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
 
દૈનિક પોઝિટીવિટી દર (7- દિવસની સરેરાશ) હાલમાં 3.70% છે. બીજી તરફ, ભારતમાં રસીકરણ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં કુલ આપવામાં આવેલા ડોઝની સંખ્યા 4.5 કરોડનો આંકડો ઓળંગી ગઇ છે.
 
દેશમાં આજદિન સુધીમાં કુલ 7,33,597 સત્રોનું આયોજન કરીને રસીના 4.50 કરોડથી વધારે (4,50,65,998) ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 77,86,205 HCWs (પ્રથમ ડોઝ), 48,81,954 HCWs (બીજો ડોઝ), 80,95,711 FLWs (પથમ ડોઝ) અને 26,09,742 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 37,21,455 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 1,79,70,931 લાભાર્થી સામેલ છે.
 
દેશમાં રસીકરણ કવાયત અંતર્ગત 65મા દિવસે (21 માર્ચ 2021) રસીના કુલ 4,62,157 ડોઝ આપવામાં આવ્યા હતા. રવિવારને અનુલક્ષીને, ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીકરણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું નહોતું.
 
રવિવારે આપવામાં આવેલા ડોઝમાંથી, કુલ 8,459 સત્રોનું આયોજન કરીને 4,49,115 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 13,042 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
 
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,11,51,468 નોંધાઇ છે. સરેરાશ રાષ્ટ્રીય સાજા થવાનો દર 95.75% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 21,180 દર્દીઓ સાજા થયા છે. બીજી તરફ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 212 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
 
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 85.85% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. વધુ 99 દર્દીઓના મૃત્યુ સાથે દેશભરમાં સર્વાધિક મૃત્યુઆંક મહારાષ્ટ્રમાં નોંધાયો છે. ત્યારપછીના ક્રમે, પંજાબમાં વધુ 44 જ્યારે કેરળમાં વધુ 13 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે.
 
દેશમાં 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં આંધ્રપ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, લક્ષદ્વીપ, સિક્કિમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મેઘાલય, મણીપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments