Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 350 લોકોએ કોલ કરી આત્મહત્યાની ઇચ્છા વ્યક્ત કરી

Webdunia
શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (20:12 IST)
ગુજરાતમાં  આત્મહત્યા અંગેના કેસો અટકાવી શકાય તે માટે ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન ૧૦૪ માં સુસાઇડ રિલેટેડ કેસો પણ હેન્ડલ કરવાનું શરૂ કરાયું હતું. જેમાં છેલ્લા ૧૩ માસમાં રાજ્યભરમાંથી ૩૫૦ લોકોએ કોલ કરીને સુસાઇડનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. જેમાંથી ૨૩૬ લોકોનું અસરકારક રીતે કાઉન્સિલિંગ કરીને તેઓને જીવનના ખૂબ જ નાજુક સમયગાળામાંથી બચાવી લેવાયા હતા. આજે  તા. ૧૦ સપ્ટેમ્બરે 'વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે ' તરીકે ઉજવવામા ંઆવે છે. ત્યારે ગુજરાતમાં સુસાઇડના કેસોની સંખ્યા ઉત્તરોતર વધતી જઇ રહી છે.  સુસાઇડના કેસ અટકાવવા જોઇએ તેવી લાગણી સાથે ગત વર્ષે ૨૨ સપ્ટેમ્બરના રોજ હેલ્થ હેલ્પલાઇન ૧૦૪ માં સુસાઇડ રિલેટેડ કેસ પણ હેન્ડલ કરવાનું આયોજન કરાયું હતું. આ અંગે આ હેલ્પલાઇનના અધિકારીના જણાવ્યા મુજબ  આમ તો ૧૦૪ પર સામાન્ય રીતે હેલ્થ રિલેટેડ જ માહિતી આપવામાં આવતી હોય છે.  હાલમાં  કોવિડ કેરને  લગતી માહિતી પણ અપાઇ રહી છે .  હવે સુસાઇડ સંદર્ભે પણ કોલ સ્વીકારીને કાઉન્સેલિંગ કરાઇ રહ્યું છે. સમાજમાં આર્થિક, પારિવારિક, માંદગી, શારીરિક-જાતિય સતામણી, પ્રેમસંબધ અને માનસિક અસ્થિરતા જેવા કારણોસર લોકો આત્મહત્યા કરવા પ્રેરાતા હોય છે.  જેમાં  ૧૦૪ ઉપર કોલ આવે ત્યારે સૌપ્રથમ કોલરની વાત શાંતિ અને ધ્યાન પૂર્વક સાંભળવામાં આવે છે. ત્યાર બાદ નિષ્ણાત કાઉન્સિલરો દ્વારા ફોન પર જ  સમજાવવામા ંઆવે છે. કાઉન્સિલિંગ બાદ એક કલાક પછી ફરી પાછો ફોન કરીને તાજા સ્થિતિ જાણવામા ંઆવે છે. સમયાંતરે કોલ કરીને તેના ખબર અંતર પુછવા, મુંઝણવો દુર કરવી, કોઇ મદદની જરૂર હોય તો કહેવા અને જીવનમુલ્ય સમજાવવા અને જીવન કેવી રીતે જીવવું જોઇએ તે અંગેની જાણકારી આપીને તેઓને સુસાઇડનો ઇરાદો છોડી દેવા સમજાવવામા આવે છે.છેલ્લા ૧૩ માસમાં ૩૫૦ કોલ આવ્યા હતા. જેમાંથી ૧૧૪ કોલમાં કોલ કરનારે ફોન મૂકી દીધો હતો. જ્યારે ૨૩૬ કેસમાં કોલ કરનારે સામેથી સમજ મેળવી હવે આત્મહત્યા નહિં કરવાના નિર્ધાર સાથે પૂનઃજીંદગી જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

ઉનાળામાં કયા સમયે લીંબુ પાણી પીવું જોઈએ, તમને થશે ઘણા ફાયદા

દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments