Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના આટલા બધા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં

Webdunia
મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (18:04 IST)
ગુજરાત ભાજપ પક્ષ કોરોનાનું કેન્દ્ર જેવું બની રહ્યું છે. વધુ ને વધુ ભાજપના નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે આજે વધુ બે નેતાઓ કોરોના  ના શિકાર બન્યા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા કોરોના સંક્રમિત થયા છે. જેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો ભાજપના અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. હસમુખ પટેલે ગઈકાલે કોવિડ વિજય રથના લોન્ચિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારે હસમુખ પટેલ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, ભાજપના ચોથા સાંસદ કોરોના સંક્રમિત બન્યા છે. તો બીજી તરફ, ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ કોરોના કેન્દ્ર જેવું બની રહ્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કાર્યાલય કમલમમાં જ કોરોનાના કેસ આવવા લાગતા અંતે ભાજપ પ્રમુખ દ્વારા કાર્યકરોને કામ સિવાય કમલમ ન આવવાની સૂચના આપવામાં આવી છે, અને કમલમમાં આવતા મંત્રીઓ વેબકેમથી કાર્યકરોની રજુઆત અને ફરિયાદો સાંભળી રહ્યા છે. હવે ભાજપના કાર્યાલય ખાતે 4 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા મંત્રીએ બેસવાનું ટાળ્યું છે. કોરોનાને કારણે મહેસુલમંત્રી કૌશિક પટેલે અરજદારોને વેબ કેમરાના માધ્યમથી સાંભળ્યા હતા. 20 જેટલા અરજદારો આજે વેબ કેમરાના માધ્યમથી સાંભળીને અરજી નિકાલ માટે કાર્યવાહી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, કમલમમાં મંત્રીઓને બેસવા આજે ત્રીજું સપ્તાહ છે. દર સોમવારે મહેસુલ મંત્રી કૈશિક પટેલ અને મંગળવારે રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર બેસવાનો નિણર્ય લેવાયો છે. ત્યારે કાર્યકરોના પ્રશ્નો નિકાલ માટે ભાજપમાં સોમવાર અને મંગળવારે અરજદારો રજૂઆત સાંભળવા મંત્રીઓ બેસે છે. ભાજપ કાર્યાલય કમલમમાં કોરોનાનો પગપેસારો મોટાપાયે જોવા મળ્યો છે. કાર્યાલય મંત્રી પરેશ પટેલ ઉર્ફે મામા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ તેમના પત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટિવ બન્યા છે. ભાજપ કાર્યાલયમાં તાજેતરમાં પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેને પગલે સંક્રમણ વધ્યું હોય તેવી શક્યતા છે. તો બીજી તરફ, સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનો કેસ આવતા તકેદારી રાખવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીની ઓફિસ બહાર સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. રજૂઆત માટે આવતા મુલાકાતીઓનું તાપમાન માપ્યા બાદ બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ભાર મૂકાયો છે. એક બેન્ચ પર બે જ વ્યક્તિ બેસવા સૂચના અપાઈ છે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments