Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતે કોરોના પર મેળવ્યો કંટ્રોલ, ધીમે ધીમે કેસ ઘટ્યા, સાજા થનારા વધ્યા

Webdunia
ગુરુવાર, 13 મે 2021 (20:15 IST)
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 10,742 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 15,269 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ  5,93,666 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 81.85 ટકાએ પહોંચ્યો છે. 
 
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 10,742 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 15,269 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ 81.85 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ  5,93,666 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,22,847 એક્ટિવ દર્દી છે, જે પૈકી 796 લોકો વેન્ટિલેટર પર છે અને 1,22,051 લોકો સ્ટેબલ છે. 5,93,666 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8,840 લોકોનાં મોત નિપજ્યાં છે. 
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 15, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 6, જામનગર કોર્પોરેશનમાં 5, ભાવનગર કોર્પોરેશનમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 4 દર્દીના મોત થયા છે.
 
આ ઉપરાંત મહેસાણા 4, વડોદરા 4, રાજકોટ 5, સુરત 6, અમરેલી 3, જુનાગઢ 7, પંચમહાલ 3, કચ્છ 3, આણંદ 1, જામનગર 4, ભરૂચ 3, ગીર સોમનાથ 1, ખેડા 1, પાટણ 2, દેવભૂમિ દ્વારાકા 1, ભાવનગર 1, ગાંધીનગર 2, સાબરકાંઠા 2, દાહોદ 1, મહિસાગર 2, નવસારી 1, અરવલ્લી 2, અમદાવાદ 1, તાપી 1 અને છોટા ઉદેપુર 1 દર્દીઓનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 109 દર્દીઓના મોત થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઝારખંડમાં સતત બીજી વાર સત્તાથી દૂર શા માટે BJP! જાણો 5 મોટા કારણ

મહારાષ્ટ્રમાં બીજેપીએ પ્રંચડ જીત મેળવીને વિપક્ષના સૂંપડા કર્યા સાફ, જાણો તેમની જીતના 8 કારણ

વાવ બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની 2500થી વધુ મતથી જીત

સાવધાન ! કાર હોય કે બાઇક, હવે 10,000 રૂપિયાનું ચલણ જારી થશે! ટ્રાફિકના નિયમો બદલાયા

Kedarnath By Election Results: કેદારનાથ સીટ પર મતગણના ચાલુ

આગળનો લેખ
Show comments