Festival Posters

8 વર્ષના બાળકે પોતાની આંખો સામે પિતા અને પછી માતાને મરતા જોયા, માતાએ પિતાને મારીને ખુદ લગાવી લીધી ફાંસી

Webdunia
બુધવાર, 6 ઑગસ્ટ 2025 (10:35 IST)
Ahmedabad Murder
  અમદાવાદમાં એક રુંવાટા ઉભા કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. એક મહિલાએ તેના આઠ વર્ષના બાળકની સામે તેના પોલીસ કોન્સ્ટેબલ પિતાની હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ ઘટના અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બની હતી. મૃતક અમદાવાદ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતો. તે તેની પત્ની અને બાળક સાથે પોલીસ લાઇનમાં એક ફ્લેટમાં રહેતો હતો. કોન્સ્ટેબલ અમદાવાદ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. આ ભયાનક ઘટનાના સાક્ષી રહેલા બાળકે પોલીસને જણાવ્યું છે કે માતાએ પિતાને તૂટેલા ઝુલાનાપાયાથી  ઘા કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક કોન્સ્ટેબલ મુકેશ પરમાર 35 વર્ષનો હતો અને તેની પત્ની માત્ર 32 વર્ષની હતી. પત્નીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
 
એક જ દિવસમાં બે વાર થઈ લડાઈ 
અમદાવાદ શહેરના દાણીલીમડામાં પોલીસ લાઇનમાં બનેલી આ ઘટનાથી બધા ચોંકી ગયા છે. કોન્સ્ટેબલ મુકેશ પરમાર તેની પત્ની સંગીતા અને પુત્ર સાથે અહીં રહેતા હતા. પાડોશીઓએ જણાવ્યું કે માતા-પિતા વચ્ચેના ઝઘડાથી નારાજ છોકરો બહાર આવ્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી. અમદાવાદ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) વાય એ ગોહિલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે છોકરાએ ઘટનાની વિગતો આપી. આ મુજબ, સોમવારે સવારે અને પછી બપોરે તેના માતા-પિતા વચ્ચે ઝઘડો થયો. બીજી વખત મામલો એટલો વધી ગયો કે સંગીતાએ મુકેશના માથાના પાછળના ભાગમાં ઝુલાના પગથી માર માર્યો. જેના કારણે કોન્સ્ટેબલ પતિનું મોત થયું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

અરજી લેખન નમૂનો

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

આગળનો લેખ
Show comments