Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકડાઉનની સ્થિતીમાં ખાદ્ય સપ્લાય ચેઇન તૂટે નહી તે માટે CMએ ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે યોજી વિડીયો કોન્ફરન્સ

Webdunia
ગુરુવાર, 26 માર્ચ 2020 (11:31 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉન દરમિયાન નાગરિકોને ખાદ્ય અન્ન આટો-લોટ-દાળ જેવી ચીજવસ્તુ સરળતાએ મળે તે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ૪ મહાનગરોના ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જિલ્લા કલેકટર, પોલીસતંત્ર અને પુરવઠા અધિકારીઓને સુચારૂ સંકલન રાખી આવા મિલર્સની સપ્લાય ચેઇન બંધ ન થાય તે જોવા તાકિદ કરી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે હાલની સ્થિતીમાં ઘઉ, ચોખા, બાજરી, દાળ જેવા ખાદ્યાન્નને બદલે તેના તૈયાર લોટ-આટાની માંગ વધુ રહેવાની છે.
 
આ હેતુસર ફલોર અને પલ્સ મિલ્સમાં આવતા અનાજને દળીને આટો-લોટ તૈયાર થાય તે માટે અન્ય રાજ્યોમાંથી આવતા આવા અન્ન પુરવઠાનું વહન પણ નિર્વિધ્ને ચાલુ રહે તે જોવા અનુરોધ કર્યો હતો. તેમણે ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકોએ તેમના માલને મિલ સુધી અને તે પછી આટાને લાસ્ટ માઇલ કનેકટીવીટી સુધી પહોચાડવામાં આંતર રાજ્ય-આંતર જિલ્લા હેરફેરમાં સરકારને મદદરૂપ થવા કરેલી રજૂઆતો અંગે પણ જિલ્લા પોલીસ અને વહિવટીતંત્રોને યોગ્ય પ્રબંધ માટેની સૂચનાઓ આપી હતી.
 
મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરે આવા આટા-લોટની હોલસેલ અને રિટેઇલ માર્કેટ ચેઇન તૂટે નહિ તે માટે જરૂરી વાહન-વ્યકિતઓને પાસ ઇસ્યુ કરવાની પણ તાકીદ કરી હતી. વિજય રૂપાણીએ રાજ્યના આવા જે ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો અન્ય રાજ્યોમાં સપ્લાય કરે છે તે પણ જળવાઇ રહે અને અન્ય રાજ્યોના નાગરિકોને પણ કોઇ દુવિધા ન રહે તે જોવા આ મિલ સંચાલકોને અનુરોધ કર્યો હતો.
 
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો માટે પ્રવર્તમાન સ્થિતીમાં જરૂરી ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ તત્કાલ તૈયાર કરીને જિલ્લાતંત્રોને પહોચાડશે અને સંપૂર્ણ વ્યવસ્થા કોઇ જ વિધ્ન વિના સુપેરે ચાલે તેવી વ્યવસ્થા ગોઠવશે. આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના તથા દાહોદના ફલોર-પલ્સ મિલ્સ સંચાલકો જોડાયા હતા.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments